મેટાબોલિક સિન્ડ્રોમ ( Metabolic Syndrome ) શું છે ,તે થવાના કારણો,તેનાથી બચવાના ઉપાયો :
મેટાબોલિક સિન્ડ્રોમ ( Metabolic Syndrome ) શું છે ,તે થવાના કારણો,તેનાથી બચવાના ઉપાયો :
મેટાબોલિક સિન્ડ્રોમ શું છે ?
નીચે દર્શાવેલી સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓ માં ની 3 કે તેથી વધુ સમસ્યા જે વ્યક્તિ માં જોવા મળે તેને મેટાબોલિક સિન્ડ્રોમ કહી
શકાય છે , આ પ્રકારના દર્દી ઓ માં ડાયાબિટીસ,હૃદયરોગ અને લકવા ની બીમારી થવાની શક્યતાઓ વધી જાય છે
* કમરના ભાગ માં વધુ પડતી ચરબી હોવી:(Abdominal Obesity )
જે સ્ત્રીઓ માં કમર ની ગોળાઈ 35 inch થી વધુ અને પુરુષો માં કમર ની ગોળાઈ 40 inch થી વધુ જોવા મળે
* લોહી નું દબાણ સામાન્ય કરતા વધુ રહેવું :(High blood pressure )
જે વ્યક્તિ માં લોહી નું દબાણ સામાન્ય કરતા વધુ રહે તું હોય ,આ વિષે ની જાણકારી મેળવવા નિયમિત પણે નિષ્ણાત ડૉક્ટર પાસે
blood pressure ચેક કરાવતા રહેવું જોઈએ
*બ્લડ સુગર સામાન્ય કરતા વધુ રહેવી (High blood sugar )
જે વ્યક્તિ ઓ માં સવારે ભૂખ્યા પેટે લોહી માં સુગર નું પ્રમાણ 100 mg /dl અને ભોજન ના બે કલાક પછી લોહી માં સુગર નું
પ્રમાણ 140 mg /dl કે તેથી વધુ રહેતું હોય
*Triglyceride નું પ્રમાણ વધુ રહેવું (High triglyceride level):
Triglyceride એ એક પ્રકારની ચરબી છે જેનું પ્રમાણ લોહી માં 150 mg /dl હોય છે તેથી વધુ હોય તે વ્યક્તિ
*HDL નું પ્રમાણ જરૂર કરતા ઓછુ હોવું :(law HDL level )
સામાન્ય રીતે સ્વસ્થ વ્યક્તિ માં HDL (સારા કોલેસ્ટેરોલ ) નું પ્રમાણ 40 થી 50 mg/dl જોવા મળે છે, તે કરતા ઓછુ હોય તે
હિતાવહ નથી
મેટાબોલિક સિન્ડ્રોમ થવાના સામાન્ય કારણો ક્યાં છે ?
વધતી ઉંમર
વારસાગત કારણો
બેઠાડુ જીવન
ખાન પાન ની બુરી આદતો
મેટાબોલિક સિન્ડ્રોમ જોખમી પરિબળો (Risk factors ) ક્યા છે ?
જો મેટાબોલિક સિન્ડ્રોમ ની અવગણના કરી ને તેની જરૂરી સારવાર ના કરવામાં આવે તો નીચે મુજબ ની સ્વાસ્થ્ય સંબંધી
સમસ્યા ઓ ઉભી થઇ શકે છે
Type 2 ડાયાબિટીસ , બ્લડ પ્રેસર
હૃદય રોગ
લોહી ની નળીઓ ની સ્થિતિસ્થાપકતા ઓછી થઇ જાય છે
હૃદય માં લોહી પહોંચાડનારી નળીઓ સાંકડી થઇ શકે છે જેથી હૃદય રોગ નું જોખમ વધી જાય છે
મગજ માં લોહી પહોંચાડનારી નળીઓ સાંકડી થવાથી સ્ટ્રોક (Stroke ) નું જોખમ વધી જાય છે
નોન આલ્કોહોલિક ફેટ્ટી લીવર (Nonalcoholic fatty liver disease) થઇ શકે છે
યુવાનો માં પ્રજનન સંબંધી સમસ્યા ઓ (reproductive problems ) થઇ શકે છે
મેટાબોલિક સિન્ડ્રોમ થી બચવા શું કરવું જોઈએ ?
અગાઉ દર્શાવ્યા મુજબ બ્લડ પ્રેસર,બ્લડ સુગર, કોલેસ્ટેરોલ ની તપાસ તેમજ ડૉક્ટર નું consultation નિયમિત પણે કરાવતા
રહેવું જોઈએ
ડૉક્ટર ની સલાહ મુજબ જીવન શૈલી માં ફેરફાર કરવો તેમજ દવાઓ નિયમિત પણે લેતા રહેવું જોઈએ , વજન નિયંત્રણ માં
રાખવું આ(BMI 25 થી નીચે રહે તેવી તકેદારી રાખવી ),રોજિંદા જીવન માં પૌષ્ટિક આહાર તેમજ નિયમિત કસરત નો આગ્રહ
રાખવો જોઈએ
Nilesh Soni
Diet,Nutrition,Wellness
+91
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો