સ્લીપ એપનિયા (Sleep Apnea) વિશે માહિતી
સ્લીપ એપનિયા (Sleep Apnea) વિશે માહિતી
સ્લીપ એપનિયા શું છે?
સ્લીપ એપનિયા એ ઊંઘ દરમિયાન થતી એક એવી સ્થિતિ છે જેમાં વ્યક્તિનું શ્વાસ લેવું વારંવાર થોડી પળ માટે બંધ થઈ જાય છે. આ અવરોધ જેનાથી ઊંઘમાં oxygen ની અછત સર્જાય છે, અને વ્યક્તિ એ સમયે જાણે અથવા અજાણે જાણે, થોડી વાર માટે જાગી જાય છે છે અને તેની ઊંઘ મા વિક્ષેપ પડે છે અને તેના કારણે વ્યક્તિ ની ઊંઘ પુરી થતી નથી
સ્લીપ એપનિયાના મુખ્ય બે પ્રકાર હોય છે:
-
અવરોધક સ્લીપ એપનિયા (Obstructive Sleep Apnea, OSA): જ્યારે ઊંઘ દરમિયાન ગળાના પાછળના સ્નાયુઓ અતિશય રીલેક્સ થઇ જવાથી શ્વાસનળીઓ આંશિક અથવા સંપૂર્ણપણે અવરોધિત થાય છે, ત્યારે ઓ.એસ.એ થાય છે. આ અવરોધના કારણે શ્વાસ લેવામાં બ્રેક પડે છે, જે ઘણી વખત ૧૦ સેકન્ડ કે તેથી વધુ સમય સુધી પણ ચાલી શકે છે.
-
સેન્ટ્રલ સ્લીપ એપનિયા (Central Sleep Apnea): આ પ્રકારના સ્લીપ એપનિયા માં વ્યક્તિ નું મગજ શ્વાસ લેવા માટે યોગ્ય સંકેતો મોકલતું નથી, તેને કારણે આ સમસ્યા સર્જાય છે.
સ્લીપ એપ્નિયા ના લક્ષણો :
-
ઊંઘમાં મોટેથી અવારનવાર નસકોરા બોલાવા
-
ઊંઘ દરમિયાન અનેક વાર શ્વાસ બંધ થવો અને ફરી ચાલુ થવો.
-
ઊંઘમાં ગુંગળામણ થવી અથવા ઊંઘ માં યોગ્ય રીતે શ્વાસ ના લઇ શકવાને કારણે બેઠા થઇ જવું
-
સ્લીપ એપનિયા નો દર્દી જયારે સવારે ઉઠે છે ત્યારે એને સુસ્તી લાગે છે, તેનું મોઢું સુકાઈ જાય છે અને માથા માં દુખાવો થોટું હોય છે.
-
આખો દિવસ થાક, ઘેન રહે છે અને કોઈ પણ કામ કરતી વખતે ધ્યાન કેન્દ્રિત કરવામાં તકલીફ થાય છે
-
વ્યક્તિ નો સ્વભાવ ચીડિયો થઇ જાય છે ,વારે વારે ગુસ્સો કરે છે અને મૂડ સ્વિંગ્સ થયા કરે છે.
-
ઊંઘમાં વારંવાર શ્વાસ બંધ થવાને કારણે લાંબા ગાળે બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, હૃદય બીમારીઓ વગેરેનો જોખમ વધે છે.
ઉપચાર વિકલ્પો (Treatment Options)
-
જીવનશૈલીમાં ફેરફાર: વજન ઓછું કરવું,( BMI 25 )મદિરા અને ધૂમ્રપાન,તમાકુ નું સેવન ટાળવું, નિયમિત વ્યાયામ કરવો.
-
CPAP (Continuous Positive Airway Pressure): સૌપ્રથમ અને સૌથી સામાન્ય ઉપચાર. આ ખાસ મશીન દ્વારા મોઢું/નાક પર માસ્ક પહેરીને વાયુમાર્ગ ખુલ્લો રાખવામાં આવે છે.
-
મૌખિક ઉપકરણો: દંતચિકિત્સક દ્વારા તૈયાર કરાયેલ ઉપકરણોથી ગળાના પેશી ઓ આરામ કરતી વખતે વાયુમાર્ગ ખુલ્લું રહે છે તેવી ગોઠવણ કરવા માં આવે છે.
-
શસ્ત્રક્રિયા (Surgery): ખાસ કિસ્સામાં શ્વાસ નળીના અવરોધ દૂર કરવા માટે સર્જરી જરૂરી બની શકે છે.
-
દવામાં (કેટલાક કેસમાં)
-
બીજી થેરાપી: BiPAP, EPAP ઉપકરણો, દાંતના સ્પ્લિન્ટ્સ, જીભ કે ગળાના ઉપકારણો
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો