પોસ્ટ્સ

ડિસેમ્બર, 2020 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

ભુખ નથી પણ ખવાઈ જાય છે ને પછી વજન વધી જાય છે “

“ભુખ નથી પણ ખવાઈ જાય છે ને પછી વજન વધી જાય છે “ કદાચ આ સમસ્યા તમારી પણ હોઈ શકે છે આજે આપણે તેના સંભવિત કારણો જાણીએ  1-અપૂરતી ઊંઘ  જયારે તમે પૂરતી ઊંઘ લેતા નથી ત્યારે આપના શરીર માં  ghrelin નામના હોર્મોન્ નો સ્ત્રાવ વધી જાય છે જેને કારણે ભુખ ના હોય તો પણ ખવાઈ જાય છે  2-તણાવ / ચિંતા  તણાવ ના હોવો એ આજના જમાનામાં લગભગ અશક્ય છે દરેક વ્યક્તિ કોઈ ને કોઈ કારણથી તણાવ નો ભોગ બને છે તેમાં પણ  જે લોકો પોતાની લાગણીઓ ઉપર કાબુ નથી રાખી શકતા તેમને તણાવ ઘટાડવા માટે કંઈક ખાવાની રુચિ થાય છે અને એ વખતે શક્ય છે પેટ ભરેલું પણ હોય છતાં ખવાઈ જાય છે  3- મિત્રો / સગા સંબંધી નો આગ્રહ  જયારે પણ આપણે પાર્ટી માં,   કોઈના ઘરે અથવા લગ્નમાં જમવા જઈએ ત્યારે સ્વાભાવિક છે મિત્રો  અને સગા સંબંધીઓ આગ્રહ કરવાનાં જ અને તે આગ્રહ ને વશ  થઇ આપણે ભુખ કરતા વધારે ખાઈ લઈએ છીએ  4-માદક પીણાંનું સેવન  દારૂ નું સેવન કરતા લોકો માં બાઇટિંગ ના નામે તળેલી અને કેલરી વાળી વાનગીઓ ખાવાની આદત ખુબ સામાન્ય છે તે ઉપરાંત દારૂ ના સેવન પછી ભોજન લેતી વખતે પેટ ભરાઈ  જવાનુ ભાન રહ...