ડાયાબિટીસ માં નિયમિત વ્યાયામ કેમ કરવો જોઈએ ?
ડાયાબિટીસ માં નિયમિત વ્યાયામ કેમ કરવો જોઈએ ? ડાયાબિટીસ ના દર્દી તરીકે જ્યારે પણ તમે ડૉક્ટર ને મળવા જતાં હશો ત્યારે એ તમને ત્રણ સલાહ જરૂર આપશે 1-નિયમિત દવાઓ લેતા રહેજો 2-ખોરાક માં પરેજી રાખ જો 3-નિયમિત વ્યાયામ કરતાં રહેજો તમારા મન માં પ્રશ્નો થતા હશે કે નિયમિત વ્યાયામ શા માટે,કયા પ્રકારનો વ્યાયામ કરવો જોઈએ અને વ્યાયામ કરતી વખતે શું તકેદારી રાખવી જોઈએ તો ચાલો આજે તે વિષે જાણીએ. ડાયાબિટીસ ના દર્દી માટે નિયમિત વ્યાયામ કેમ જરૂરી છે ? ઇન્સ્યુલિન સંવેદનશીલતા ( insulin sensitivity )વધારે છે: નિયમિત શારીરિક પ્રવૃત્તિ શરીરની ઇન્સ્યુલિન પ્રત્યેની સંવેદનશીલતા વધારે છે , જે blood sugar ના સ્તરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. Blood sugar ના સ્તરને ઘટાડે છે: વ્યાયામ blood sugar ના સ્તરને ઘટાડવામાં મદદ કરી શકે છે કારણ કે નિયમિત વ્યાયામ કરવાથી માંસપેશીઓમાં ગ્લુકોઝનું શોષણ વધારે છે. વજન નું નિયંત્રણ : નિયમિત શારીરિક પ્રવૃત્તિ વજન ને નિયંત્રણ માં રાખવા માં મદદ કરે છે , જે ડાયાબિટીસના દર્દીઓ માટે ખૂબ ...