ડાયાબિટીસ માં નિયમિત વ્યાયામ કેમ કરવો જોઈએ ?
ડાયાબિટીસ માં નિયમિત વ્યાયામ કેમ કરવો જોઈએ ?
ડાયાબિટીસ ના દર્દી તરીકે જ્યારે પણ તમે ડૉક્ટર ને મળવા જતાં
હશો ત્યારે એ તમને ત્રણ સલાહ જરૂર આપશે
1-નિયમિત દવાઓ લેતા રહેજો
2-ખોરાક માં પરેજી રાખ જો
3-નિયમિત વ્યાયામ કરતાં રહેજો
તમારા મન માં પ્રશ્નો થતા હશે કે નિયમિત વ્યાયામ શા માટે,કયા
પ્રકારનો વ્યાયામ કરવો જોઈએ અને વ્યાયામ કરતી વખતે શું તકેદારી રાખવી જોઈએ તો ચાલો
આજે તે વિષે જાણીએ.
ડાયાબિટીસ ના દર્દી માટે નિયમિત વ્યાયામ કેમ જરૂરી છે ?
- ઇન્સ્યુલિન સંવેદનશીલતા (insulin sensitivity )વધારે છે: નિયમિત શારીરિક પ્રવૃત્તિ શરીરની ઇન્સ્યુલિન
પ્રત્યેની સંવેદનશીલતા વધારે છે,
જે blood sugar ના
સ્તરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે.
- Blood sugar ના સ્તરને ઘટાડે છે: વ્યાયામ blood sugar ના
સ્તરને ઘટાડવામાં મદદ કરી શકે છે કારણ કે નિયમિત વ્યાયામ કરવાથી માંસપેશીઓમાં ગ્લુકોઝનું શોષણ વધારે છે.
- વજન નું નિયંત્રણ :
નિયમિત શારીરિક પ્રવૃત્તિ વજન ને
નિયંત્રણ માં રાખવા માં મદદ કરે છે,
જે ડાયાબિટીસના દર્દીઓ માટે ખૂબ જરૂરી છે.
- હૃદય રોગનું જોખમ ઘટાડે છે:
વ્યાયામ બ્લડ પ્રેસર ઘટાડવામાં,
લિપિડ પ્રોફાઇલ સુધારવામાં અને
હૃદય રોગના જોખમને ઘટાડવામાં મદદ કરે છે.
- માનસિક સ્વાસ્થ્ય સુધારે છે: ડાયાબિટીસ ના મોટાભાગ ના દર્દીઓ માં
તણાવ, ચિંતા
અને ડિપ્રેસન, જોવા
મળે છે, નિયમિત વ્યાયામ દ્વારા એણે અચૂક પણે ઘટાડી શકાય છે.
- જીવનની ગુણવત્તા વધારે છે: નિયમિત
વ્યાયામ સામાન્ય શારીરિક કાર્યક્ષમતા,
ગતિશીલતા અને જીવનની ગુણવત્તા
સુધારે છે.
- દવાની આધીનતા ઘટાડે છે: નિયમિત વ્યાયામ ડાયાબિટીસ
માં લેવાતી દવાઑ અથવા ઇન્સ્યુલિન ની જરૂરિયાતને ઘટાડવામાં મદદ કરી શકે છે.
- ઊંઘની ગુણવત્તા સુધારે છે: નિયમિત
શારીરિક પ્રવૃત્તિ ઊંઘની ગુણવત્તા સુધારવામાં મદદ કરી શકે છે, જે
સામાન્ય સ્વાસ્થ્ય તથા ડાયાબિટીસ
ના દર્દીઓ માટે ખૂબ જરૂરી
છે.
ડાયાબિટીસના દર્દીઓ એ કયા પ્રકારનો વ્યાયામ કરવો જોઈએ
?
- એરોબિક વ્યાયામ: દર અઠવાડિયામાં
ઓછામાં ઓછા 150 મિનિટનો મધ્યમ-તીવ્રતાનો એરોબિક વ્યાયામ, જેમ
કે ઝડપી ચાલવું , સાયકલ
ચલાવવી અથવા સ્વિમિંગ કરવું .
- રેસિસ્ટંટ ટ્રેનિંગ : અઠવાડિયા માં ઓછામાં
ઓછા બે વખત, રેસિસ્ટંટ ટ્રેનિંગ જેવી
કે વજન ઊચકવું,પુશપસ,સીટ અપ્સ, કરવા, અથવા શરીરના વજનના વ્યાયામો
કરવાથી શરીરમાં માસ પેશીઓ વધે છે,ચરબી
ઓગળે છે અને હાડકાં ની મજબૂતી માં વધારો થાય છે જે ડાયાબિટીસ ના દર્દીઓ માટે ખૂબ
જરૂરી છે .
- સ્ટ્રેચિંગ એક્સરસાઇસ :
ફ્લેક્સિબિલિટી અને શરીર નું સંતુલન સુધારવા માટે યોગા જેવા વ્યાયામોનો સમાવેશ કરો.
ડિયાબિટિસ ના દર્દીઓ એ વ્યાયામ કરતી વખતે શું સાવચેતીઓ રાખવી જોઈએ ?
- ડૉક્ટર ના સંપર્ક માં રહેવું : નવો વ્યાયામ શરૂ કરતા પહેલા, ડૉક્ટર સાથે વાત કરીને તેમની સલાહ પ્રમાણે વ્યાયામ કરવો.
- Blood sugar મોનિટ્રિંગ :
વ્યાયામ પહેલા, દરમિયાન અને પછી Blood sugar ના સ્તરનું
નિયમિત નિરીક્ષણ કરો જેથી સુરક્ષિત અને અસરકારક વ્યાયામ થાય.
- હાઈડ્રેટેડ રહો: વ્યાયામ પહેલા, દરમિયાન
અને પછી પુષ્કળ પાણી પીવું જેથી હાઈડ્રેટેડ રહી શકાય.
- યોગ્ય ફૂટવેર પહેરો: યોગ્ય ફૂટવેર
પહેરો અને નિયમિત વિરામ લઈને પગ ને
આરામ આપો અને
સ્ટ્રેચ કરતાં રહો.
Nilesh
Soni-Diet,Nutrition &
Wellness
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો