લેબોરેટરી માં થતા સામાન્ય ટેસ્ટ વિષે જાણો -લેખ-1
લેબોરેટરી માં થતા સામાન્ય ટેસ્ટ વિષે જાણો લેખ-1 આજના જમાનામાં આપણે થતી સામાન્ય અને ગંભીર બીમારી ઓ ના નિદાન માટે ડો દ્વારા સૂચવેલી લૅબોરેટરી તથા રેર્ડિઓલોજી ની તપાસ આપણા માટે ખુબજ આશીર્વાદ રૂપ છે આ તપાસ ના રિપોર્ટ ના આધારે ડૉક્ટર દર્દી નો સચોટ ઈલાજ કરી શકે છે આજે આપણે લેબોરેટરી માં થતા વિવિધ ટેસ્ટ વિષે માહિતી મેળવીશુ સામાન્ય બીમારી માં કરવામાં આવતા ટેસ્ટ એચ બી હિમોગ્લોબીન રક્તકણો માં આવેલું હોય છે એ નું પ્રમાણ સામાન્ય કરતા ઘટી જાય તો એનિમિયા થાય છે શરીર ની ઘણી બધી બીમારીઓ માં હિમોગ્લોબીન ઘટી જાય છે સીબીસી લોહીની આ તપાસદ્વારા લોહી માં રહેલા વિવિધ કણો જેવાકે રક્તકણો ,સ્વેતકણો,તથા ત્રાકકણો ની સંખ્યા જાણી શકાય છે ઈ એસ આર આ તપાસ દ્વારા શરીર માં થયેલા ચેપ (infection ) તથા અન્ય લાંબા ગાળા ની બીમારી વિષે માહિતી મળે છે ડાયાબિટીસ ના દર્દી માટે ના લેબોરેટરી ટેસ્ટ : એફ બી એસ : આ ટેસ્ટ દ્વારા ભૂખ્યા પેટે લોહી માં શર્કરા (sugar ) નું પ્રમાણ કેટલું છે તે જાણી શકાય છે પી પી બી એસ : આ ટેસ્ટ જમ્યા પછી બે કલાક બાદ કરવા માં આવે છે ...