દવા ને ખોરાક બનાવવા કરતા ખોરાક ને જ દવા બનાવો લેખ-2

          દવા ને ખોરાક બનાવવા કરતા ખોરાક ને  દવા બનાવો : લેખ-2 
                                    પ્રોટીન વિષે માહિતી : 

રોજિંદા ખોરાક માં જરૂરી પોશાક તત્વો માં નું એક અવગણી ના શકાય એવું તત્વ એટલે પ્રોટીન 
આપણા શરીરના ઘડતર, વૃદ્ધિ અને જાળવણી માં પ્રોટીન ઘણો મહત્વ નો ભાગ ભજવે છે, જાણે અજાણે આ તત્વ ને બહુ મહત્વ આપતા નથી અને તેજ કારણ થી આપણે આપણા શરીર ને નુકશાન પહોચાડીયે છીએ 

શરીર માં પ્રોટીન નું કાર્ય શું છે? 

  • શરીર ના બંધારણમાં તથા શરીર ની વૃદ્ધિ માં પ્રોટીન ખુબજ જરૂરી છે.આપણા શરીર માં રોજ જુના કોષો નાશ પામે છે અને નવા કોષો ઉત્પન્ન થાય છે , નવા કોષો ની ઉત્પત્તિ માં પ્રોટીન મહત્વ નો ભાગ ભજવે છે , વિચારી જુઓ કે શરીર માં જુના કોષો નાશ પામે અને જરીરિયાત મુજબ ના નવા કોષો ઉત્પન્ન ના થાય તો શું પરિણામ આવે ખાસ કરીને બાળકો તથા જુવાન લોકો ખોરાક  માં પ્રોટીન ની ખાસ જરૂર છે 
  • આપણા શરીર માં ખોરાક નું પાચન , શક્તિ નો સંચાર તથા મસલ્સ ની હલનચલન જેવી ક્રિયાઓ માટે  પ્રોટીન માં થી બનેલા એન્ઝાઇમ્સ  જવાબદાર છે 
  • પ્રોટીન નવી માંસ પેશીઓ નું ઉત્પાદન કરી સ્નાયુઓ નું બંધારણ કરે છે , સર્જરી પછી ના ઘાવ ને રૂઝ લેવામાં મદદ કરે છે

રોજિંદા ખોરાક માં કેટલું પ્રોટીન લેવું જોઈએ ? 


સામાન્ય રીતે રોજ આપણા વજન ના 1 કિલો માટે 0.8 ગ્રામ  પ્રોટીન લેવું જોઈએ દા.ત. આપણું વજન 50 કિલો હોય તો રોજનું સરેરાશ 40 ગ્રામ પ્રોટીન અવશ્ય લેવું જોઈએ આ જરૂરિયાત વ્યક્તિ ની ઉંમર,સ્ત્રી, પુરુષ,સગર્ભા સ્ત્રી ઓ માં રોજિંદા કાર્ય પ્રમાણે બદલાય છે , જે કોઈ નિષ્ણાત ડાયેટીશીઅન ની સલાહ મુજબ લેવું હિતાવહ છે
પ્રોટીન શે માંથી મળે ?

એવી સામાન્ય માન્યતા છે કે વધુ પ્રોટીન માત્ર માંસાહારી ખોરાક માં જ હોય છે પરંતુ એ વાત સાચી નથી , શાકાહારી ખોરાક જેવાકે 
  • દૂધ,દહીં છાસ,પનીર, માવો વગેરે માં સારા પ્રમાણ માં પ્રોટીન હોય છે 
  • સૂકો મેવો તથા શીંગ (મગફળી) માં પણ ભરપૂર પ્રોટીન રહેલું છે 
  • દરેક પ્રકારના કઠોળ જેવા કે મેગ, મઠ, ચણા,વાલ ,સોયાબીન વગેરે માં પણ સારા પ્રમાણ માં પ્રોટીન રહેલું છે 
આજકાલ વ્હેય પ્રોટીન ના સેવન નું ચલણ વધી રહ્યું છે પણ તેનું સેવન કોઈ નિષ્ણાત ની સલાહ મુજબ જો અમુક પ્રકારની કસરત કરતા હોય તો જ લેવું જોઈએ 

નિલેશ સોની -
 વેલનેસ કન્સલ્ટન્ટ 


ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

સ્લીપ એપનિયા (Sleep Apnea) વિશે માહિતી

મીઠું (ગળ્યું) ખાવાનું મન કેમ થાય છે? Reasons of Sugar craving

ડાયાબિટીસ માં નિયમિત વ્યાયામ કેમ કરવો જોઈએ ?