#Health Article Gujarati 14/09/2020#ફૂલી ગયેલું શરીર -Chronic inflammation હોઈ શકે છે

 ફૂલી ગયેલું શરીર -Chronic inflammation હોઈ શકે છે 


મોં ,હાથપગ ના પંજા,હાથપગ ની આંગળીઓ ,આંખો ની નીચે  તેમજ પેટ ઉપર ના સોજા ને આપણે ફૂલી ગયેલું શરીર માની નેચલાવી લઇ એ છીએ પરંતુ આ સોજા આવવાના કારણો ક્યારેક ગંભીર હોઈ શકે છે.


અહીં આપણે શરીર માં ઇજા થવા ને કારણે અથવા, વા ને કારણે જે સોજા આવે છે તે ની વાત નથી કરવી પણ, તે સિવાય જયારે પણ શરીર માં કોઈ ચેપ લાગ્યો હોય,કિડની કે લીવર ની બીમારી હોય,શરીર માં એસિડ નું પ્રમાણ વધી ગયું હોય, તેને કારણે જે સોજા આવે છે અને શરીર ફૂલી જાય છે   તેને 

Chronic inflammation કહેવામાં આવે છે 


Chronic inflammation ના  સામાન્ય લક્ષણો :

1-વધુ પડતો થાક લાગવો , કામ કરવાનું મન ના થવું 

2-તાવ આવવો , છાતી માં દુખાવો થવો, શ્વાસ ચઢવો  

3-હાથ પગ દુખવા ,પેટમાં દુખાવો થવો 

4-ઝાડા , પેશાબ ની અનિયમિતતા રહેવી , ભૂખ ના લગાવી 

5- સતત વજન માં ઘટાડો થવો , ચામડી ઉપર ઉઝરડા પાડવા 

6-ચાલવા , ઉઠવા કે બેસવાની તકલીફ થવી , ઊંઘ ના આવવી 


ઉપર્યુક્ત લક્ષણો સતત રહ્યા કરે તો તેને અવગણવા જોઈએ નહિ 

Chronic inflammation ના  સામાન્ય કારણો  :

1-શરીર માં કોઈ પણ પ્રકારનો ચેપ લાગવો 

2-ધુમ્રપાન , તમાકુ અથવા દારૂ નું સેવન લાંબા સમય સુધી કરવા માં આવે ,વધુ પડતા એસિડિક ખોરાક લેવામાં આવે 

3-ઈમ્યૂનિટી  ડિસઓર્ડર્સ 

4-લાંબા સમય સુધી ઇન્ડસ્ટ્રીઅલ કેમિકલ ના સંસર્ગ માં રહેવું 

5-કિડની તથા લીવર ની ગંભીર બીમારી,કેન્સર, ઓબેસિટી 


શરીર માં લાંબા સમય સુધી સોજા રહે અને શરીર ફુલેલું લાગ્યા કરે તો તુરંત નિષ્ણાત ડૉક્ટર ની સલાહ લેવી જે સામાન્ય લેબોરેટરી ના ટેસ્ટ ,રેડિઓલોજી ટેસ્ટ તથા જાત તપાસ દ્વારા નિદાન કરી શકે છે , અને જરૂરિયાત મુજબ ની સારવાર લેવાથી સમસ્યા નું સમાધાન મેળવી શકાય છે.

નિલેશ સોની 

Diet,Nutrition & Wellness 

#

#

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

સ્લીપ એપનિયા (Sleep Apnea) વિશે માહિતી

મીઠું (ગળ્યું) ખાવાનું મન કેમ થાય છે? Reasons of Sugar craving

ડાયાબિટીસ માં નિયમિત વ્યાયામ કેમ કરવો જોઈએ ?