Health Article 20/09/2019-"આર્થ્રોસકોપી (દૂરબીન) ની સારવાર "#What is Arthroscopy
આર્થ્રોસ્કોપી(દૂરબીન) થી થતી સારવાર #What is Arthroscopy
દૂરબીન નામ સાંભળી ને આપણા મગજ માં બાઈનોક્યુલર ની છબી ઉપસી આવે છે પરંતુ મેડિકલ સાયન્સ માં પણ દૂરબીન શબ્દ બહુ પ્રખ્યાત છે ,આપણે જાણી ને નવાઈ લાગશે પણ આજકાલ મોટાભાગની ગેસ્ટ્રોએન્ટેરોલોજી ,યુરોલોજી ,ગાયનેક ,ન્યુરોલોજી ,સ્પાઇન વગેરે ની સર્જરી દૂરબીન વડે જ કરવામાં આવે છે ,અલબત્ત આ દૂરબીન આપણા બાઈનોક્યુલર કરતા ઘણું જુદું છે
આજે આપણે અવાજ એક વિષય ની વાત કરવાની છે અને તે છે દૂરબીન દ્વારા થતી સાંધાની સર્જરી આર્થ્રોસ્કોપી #Arthroscopy and Joint surgery
આર્થ્રોસ્કોપી શું છે ?
આર્થ્રોસ્કોપી એ એક પ્રકારની #surgical procedure છે જેના દ્વારા નિષ્ણાત ઓર્થોપેડિક ડૉક્ટર નિદાન (#diagnosis ) તથા સારવાર (#treatment) બંને કરી શકે છે।
આર્થ્રોસ્કોપી 1960 થી પ્રચલિત અને નીવડેલી નિદાન / સારવાર પધ્ધતિ છે જેમાં પાતળી નળી જેવા દૂરબીન -જેને આર્થ્રોસકોપ કહેવામાં આવે છે તેને buttonhole જેવો નાનકડો ચીરો પાડી ને સાંધાના ભાગ માં ઉતારવામાં આવે છે , આ આર્થ્રોસકોપ ની ટોચ ઉપર કેમેરા તથા લાઈટ જોડાયેલા હોય છે જેના દ્વારા ડૉક્ટર સાંધાની અંદર ની રચના માં થયેલી ઇજા નું નિદાન કરી શકે છે તેજ રીતે બીજો buttonhole જેવડો ચીરો પાડી surgical instrument સાંધા માં ઉતારી સર્જરી પણ કરી શકે છે.
આર્થ્રોસ્કોપી દ્વારા કઈ તપાસ / સારવાર થઇ શકે?
*સ્પોર્ટ્સ ઇન્જરી #Arthroscopy for sports injury
ક્રિકેટ,ફૂટબૉલ ,વોલીબોલ ,ટેનિસ ,બેડમિન્ટન ,બાસ્કેટબૉલ , હોકી જેવી નિયમિત ખેલાતી રમતોમાં ભાગ લેનાર ને હાથ, પગ, ખભા,ના સાંધા ઓ માં નાની મોટી ઇન્જરી થવા ની શક્યતાઓ ઘણી છે સ્પોર્ટ્સ ઇન્જરી માં ખાસ કરી ને ઘૂંટણ, ખભા,કોણી ,પગની ઘૂંટી ,થાપા તથા કાંડા ની ઇજાઓ થાય છે અને આ ઈજાઓ ના નિદાન અને સારવાર માટે આર્થ્રોસ્કોપી એ ખુબજ સરળ, સચોટ,અને નીવડેલી પધ્ધતિ છે
આફ્રિકા તથા મિડલ ઈસ્ટ ના દેશો માં ફૂટબૉલ , વોલીબોલ તથા ટેનિસ રમનાર ની સંખ્યા ઘણી છે કેન્યા, તાન્ઝાનિયા,યુગાન્ડા ,ઇથોપિયા,નાઈજિરીયા ,દુબઇ, ઓમાન જેવા દેશોમાં 10માં થી 3 દર્દીઓ નાની મોટી સ્પોર્ટ્સ ઇન્જરી સાથે કન્સલટેશન માટે આવે છે ,અસંખ્ય દર્દીઓ એ #tennis elbow ,#ankle sprain ,#hamstring strain ,#ligament tear ,#ankle fusion ,વગેરે ની આર્થ્રોસકોપી દ્વારા સફળ સારવાર લીધી છે
*frozen shoulder
*cartilage repair
*rotator cuff tear
*shoulder bursitis
*torn meniscus of knee
*ankle arthritis
*wrist pain જેવી અનેક સાંધાની બીમારીઓ નું નિદાન અને સારવાર આર્થ્રોસકોપી દ્વારા થઇ શકે છે
આર્થ્રોસ્કોપી સર્જરી ના ફાયદા :#what are the benefits of Arthroscopy
- અન્ય ઓપન સર્જરી ની સરખામણી માં ખુબજ નાના બટન હોલ કે કી હોલ જેવડો ચીરો પાડી ને સર્જરી કરી શકાય છે
- મોટાભાગના કિસ્સા ઓ માં દર્દી સર્જરી ના દિવસે ગણતરી ના કલાકો માં હોસ્પિટલ માંથી રજા લઇ ઘરે જય શકે છે , જેને ડૅ કેર પ્રોસિજર કહેવામાં આવે છે
- ઇન્ફેકશન તથા અન્ય સર્જરી પછી ના કોમ્પ્લિકેશન નહિવત જોવા મળે છે માટે એન્ટિબાયોટિક્સ દવાઓ નો વપરાશ ઘટાડી શકાય છે
- સ્પાઈનલ એનેસ્થેસિયા માં ઘણી ખરી આર્થ્રોસ્કોપી સર્જરી કરી શકાય છે
- દુખાવો નહિવત હોય છે માટે વધુપડતા પેન કિલર દવાઓ ની જરૂર રહેતી નથી
- સર્જરી પછી બહુ આરામ ની જરૂર પડતી નથી માટે દર્દી બીજા કે ત્રીજા દિવસે વ્યાવસાયિક કામકાજ કરી શકે છે
નિલેશ સોની
Nilesh Soni
#Nutrition and Wellness Consultant
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો