#Health article gujarati 19/08/19 #અસામાન્ય ડોક નો દુખાવો (#neck pain )બની ગયો છે સામાન્ય દુખાવો

અસામાન્ય  ડોક  નો દુખાવો (#neck pain )બની ગયો છે સામાન્ય દુખાવો 


જયારે પણ શરીરના  દુખાવા ની વાત આવે ત્યારે સૌ પ્રથમ આપણને માથાનો દુખાવો (#headache)જ યાદ આવે છે જયારે પેટ, કમર,અને હાથ પગ ના દુખાવા ઓછા વત્તા અંશે જોવા મળે છે

આપને  જાણી ને આશ્ચર્ય થશે , આજકાલ માથાના દુખાવા જેટલો જ સામાન્ય ડોક (neck ) નો દુખાવો જોવા મળે છે અને ઘણી વાર તો એટલું ગંભીર સ્વરૂપ લઇ લે છે કે ના છૂટકે ઓર્થોપેડિક સર્જન ,એક્સરે ,એમ.આર.આઈ,ફિઝિયોથેરાપી ,તથા પેનકિલર ( #pain killers) નો સહારો લેવો પડે છે.

આજે આપણે  ડોક ના દુખાવાથી બચવાના ઉપાયો ની વાત કરીએ, આપણી ડોક નું ખાસ કાર્ય આપણા માથાના ભાગને આધાર આપવાનું છે અને સામાન્ય રીતે આપણા માથાનું વજન 4 થી 5 કિલો જેટલું હોય છે


ડોક ના દુખાવાથી બચવાના ઉપાયો #care during neck pain 
  • બહુ મોટા તકિયા /ઓશિકા ઉપર સૂવું નહિ
  • કોમ્પ્યુટર કે લેપટોપ ઉપર કામ કરતી વખતે આપણા માથાની સ્થિતિ તથા ડોક સીધી રહે તેની તકેદારી રાખવી 
  • કોમ્પ્યુટર કે લેપટોપ ઉપર કામ કરતી વખતે બેસવાની ખુરશી ની ઊંચાઈ એટલી રાખવી જેનાથી આપણા બંને પગ જમીન ને સરખી રીતે અડાડી શકીએ 
  • જરૂર જણાય તો ખુરશી ઉપર પીઠ ને આરામ મળે તેવો નાનો તકિયો રાખવો જોઈએ 
  • શક્ય હોય  તો કોમ્પ્યુટર કે લેપટોપ ને થોડા ઢળતા રાખવા જેથી કામ કરતી વખતે ડોક નીચી ના કરવી પડે તેવીજ રીતે લખવાની નોટબુક કે પેપર ને  પણ ઢળતા રાખવા 
  • આપ ગમે તેટલા કોમ્પ્યુટર પર  કામ કરવામાં કે લખવા માં વ્યસ્ત હો છતાં દર 15 થી 20 મિનિટ પછી ખુરશી ઉપર થી ઉભા થઇ ને 20 થી 30 ડગલાં ચાલી ને પાછું કામે લાગવું જોઈએ 
  • મોબાઈલ નો વધુ પડતો ઉપયોગ એ ડોક ના દુખાવા નું સૌથી સામાન્ય કારણ બની ગયું છે કારણ કે મોબાઈલ વાપરતી વખતે સતત ડોક નીચે રાખવી પડે છે 
  • ઘણી માતા,બહેનો તથા બાળકો ને સુતા સુતા વાંચવાની તથા ટીવી જોવાની આદત હોય છે જો આમ કરવાની આદત પડી ગઈ હોય તો આપની ડોક માં દુખાવો થવાની શક્યતા વધી જાય છે
ઉપરના કારણો જોતા એટલું તો સ્પષ્ટ છે કે આધુનિક ઉપકરણો અને આપણી બદલાયેલી જીવનશૈલી જ મોટેભાગે ડોક (neck ) ના દુખાવાનું કારણ બને છે માટે જો આપ તકેદારી રાખશો તો શક્ય છે ઓર્થોપેડિક સર્જન ,એક્સરે ,એમ.આર.આઈ,ફિઝિયોથેરાપી ,તથા પેનકિલર ની જરૂર નહિ પડે


 નિલેશ સોની  
નુટ્રિશન એન્ડ વેલનેસ કન્સલ્ટન્ટ
Nilesh Soni 
 #Nutrition and Wellness Consultant 

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

સ્લીપ એપનિયા (Sleep Apnea) વિશે માહિતી

મીઠું (ગળ્યું) ખાવાનું મન કેમ થાય છે? Reasons of Sugar craving

ડાયાબિટીસ માં નિયમિત વ્યાયામ કેમ કરવો જોઈએ ?