#Health article gujarati 18/07/19 #વિટામિન ડી (#vitamin D) -આ સનશાઈન વિટામિન વિષે જાણવા જેવું

વિટામિન ડી(#vitamin D) -આ સનશાઈન વિટામિન વિષે જાણવા જેવું  




વિટામિન એ ,ઈ ડી તથા કે  (#vitamin A,E,D,K)) આ ચાર વિટામિન ફેટ સોલ્યૂબલ  વિટામિન્સ  છે,( # fat soluble vitamins )આજ કાલ આપણે  જોઈએ તો લગભગ દર દસ ઘરમાં થી ચાર પાંચ ઘર માં કેલ્શિયમ તથા વિટામિન ડી ની  ગોળીઓ લેવાય છે,  અને હવે તો માત્ર  સ્ત્રીઓ જ નહિ પણ પુરોષો ને પણ વિટામિન ડી ની ગોળીઓ નિયમિત લેવી પડે છે


વિટામિન ડી  મુખ્યત્વે આપણા શરીર માં કેલ્શિયમ નું શોષણ કરવાનું કામ કરે છે ,અને આપ  જાણતા હશો કે કેલ્શિયમ હાડકા ,દાંત કિડની ,તથા મજ્જા તંત્ર ની તંદુરસ્તી તથા રોગપ્રતિકારક શક્તિ  #immunity માટે ખુબ જરુરી છે

આજે  જાણીએ આ ખૂબજ ઉપયોગી વિટામિન વિષે

વિટામિન ડી ની ઉણપ ના લક્ષણો :#vitamin D deficiency


  • હાડકા માં દુખાવો થવો ,સ્નાયુ ઓ માં દુખાવો થવો-  જયારે પણ કોઈ ખાસ કારણ વગર હાથ,પગ   ના હાડકા  માં દુખાવો થાય ત્યારે વિટામિન ડી ની ઉણપ  હોઈ શકે છે 
  • થાક લાગવો ,અશક્તિ રહેવી તથા કામ કરવાનું મન ના થવું 
  • અન્ય કારણો ની સાથે  હૃદય રોગ ની બીમારી પણ વિટામિન ડી ની ઉણપ માં જવાબદાર ગણવા માં આવે છે 
  • અસ્થમા ,ડિપ્રેશન , કેન્સર પણ ક્યારેક વિટામિન ડી ની ઉણપ ને કારણે હોઈ શકે છે 
વિટામિન ડી ની ઉણપ માટે ના ટેસ્ટ :#tests for vitamin D

વિટામિન ડી ના ટેસ્ટ માટે સામાન્ય બ્લડ ટેસ્ટ કરવા માં આવે છે જેને 25(oh ) D ટેસ્ટ પણ  કહેવામાં આવે છે 
બ્લડ માં વિટામિન ડી નું પ્રમાણ જો 20 ng /ml હોય તો  ડૉક્ટર ની સલાહ મુજબ વિટામિન ડી ની ટેબ્લેટ લેવી જોઈએ 


વિટામિન ડી શેમાંથી મળે :#sources of vitamin D

વિટામિન ડી નું બીજું નામ સનશાઈન વિટામિન છે , એ સવારના કુણા તડકામાં માં રહેવાથી મળી રહે છે આજકાલ આપણે સૂર્યપ્રકાશ થી દૂર થઇ ગયા છીએ જેને કારણે વિટામિન ડી ની ઉણપ ના દર્દીઓ વધી ગયા છે , દૂધ ની બનાવટો ,નારંગી ,તથા માંસાહારી ખોરાક વગેરે માં થી મળે છે ,પરંતુ સૌથી સારો સ્ત્રોત એ કુણો તડકો જ છે 

વિટામિન ડી ની કેપ્સુલ,મમરી તથા ઈનેકશન્સ પણ મળે છે જે ડૉક્ટર ની સલાહ મુજબ લઇ શકાય 

ભારત તો  એવો દેશ છે જેમાં લગભગ બારેમાસ તડકો પડે છે તેથી આપણ ને વિટામિન ડી ની ઉણપ હોવી ના જોઈએ પરંતુ આપણે  તડકા થી દૂર રહી ને આ ઉણપ ના શિકાર બની ગયા છીએ ,તો ચાલો આજથી સભાન થઇ ને વિટામિન ડી ની ઉણપ  દૂર કરીએ 


 નિલેશ સોની 
નુટ્રિશન એન્ડ વેલનેસ કન્સલ્ટન્ટ
Nilesh Soni
 #Nutrition and Wellness Consultant






ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

સ્લીપ એપનિયા (Sleep Apnea) વિશે માહિતી

મીઠું (ગળ્યું) ખાવાનું મન કેમ થાય છે? Reasons of Sugar craving

ડાયાબિટીસ માં નિયમિત વ્યાયામ કેમ કરવો જોઈએ ?