#Allergy Health article 26/3/19 સમજી લઈએ શું છે આ એલર્જી
સમજી લઈએ શું છે આ એલર્જી
#What is Allergy
#What is Allergy
એલર્જી શબ્દ આપણે રોજ સાંભળતા હોઈએ છીએ પરંતુ એ વિષે આપણી જાણકારી ઘણી સીમિત છે અને ક્યારેક તો કોઈ ની પણ સલાહ માની ને તેને રોકવાના તથા એની સારવાર કરવાના પ્રયત્ન જાતે જ કરતા હોઈએ છીએ
એલર્જી ના સામાન્ય લક્ષણો : #symptoms of allergy
- આંખો માં ખંજવાળ આવવી #itching eyes, આંખો બળવી #burning eyes ,કે આંખો માં થી પાણી નીકળવું
- ચામડી ઉપર લાલ ચકામાં થવા , ખંજવાળ આવવી તથા ચામડી ઉપર બળતળા થવી
- નાક કે કાન માં ખંજવાળ આવવી,નાક માંથી પાણી નીકળવું કે નાક માં ખંજવાળ આવવી
- કાન માં સણકા મારવા ,માથું દુખવું
એલર્જી થવાના કારણો :
- ઋતુ આધારિત એલર્જી માં છોડ ની પરાગરજ (પોલન#pollen ) મોટો ભાગ ભજવે છે
- ઘણા લોકો ને ધૂળ, ધુમાડા, વાહન ના પોલ્યૂશન ની એલર્જી હોય છે #allergy due to pollution
- પાલતુ પ્રાણીઓ જેવાકે બિલાડી, કુતરા ના સંસર્ગ માં આવવાથી એલર્જી થતી હોય છે
- ખોરાક માં રહેલા કેટલાક ઘટકો પણ એલર્જી નું કારણ બની શકે છે #food allergy
એલર્જી ને કારણે થતી સમસ્યાઓ :
- એલર્જિક સિનોસાઇટિસ એ ખુબજ સામાન્ય છે જેમાં માથા નો દુખાવો,શ્વાસ લેવામાં તકલીફ,છીંકો આવવી નાકમાંથી પાણી નીકળવું તથા આંખો બળવી ,એ પ્રકાર ના લક્ષણો જોવા મળે છે
- એલર્જિક અસ્થમા માં શ્વાસ ની નળીઓ સાંકડી થાય છે અને શ્વાસ લેવામાં તકલીફ પડે છે
- ખોરાક ને કારણે થતી એલર્જી દરેક વ્યક્તિ પ્રમાણે અલગ હોય છે જેમકે કોઈ ને દહીં,આમલી,લીબું ની ખટાશ, કે કોઈ ને ફૂડ કલર ની અલેર્જી હોઈ શકે છે ,દૂધ માં રહેલા લેક્ટિક એસિડ ની એલર્જી અને ઘઉં માં રહેલા ગ્લુટેન નામના તત્વની એલર્જી પણ હોઈ શકે છે, તે સિવાય સૂકોમેવો,આથેલી ચીજો,અથાણાં,મગફળી,કેક,આઈસ્ક્રીમ વગેરે પણ એલર્જી કરી શકે છે , તેથી આપણે આપણી તાસીર પ્રમાણે જો તકલીફ હોય તો આ ચીજો ના ખાવી જોઈએ
એલર્જી થતી રોકવાના ઉપાયો : #how to prevent allergy
- સૌથી સામાન્ય ઉપાય એ છે કે જે ચીજ , વાતાવરણ ,સંસર્ગ , કે ખોરાક ની એલર્જી હોય તેને ધ્યાન માં રાખી ને તેને ટાળવું જોઈએ
- સમસ્યા જો નિયંત્રણ બહાર જાય ત્યારે નિષ્ણાત ડૉક્ટર પાસે તાપસ કરાવી એમની સલાહ મુજબ સારવાર લેવી જોઈએ સામાન્ય રીતે દવાઓ માં એન્ટીહિસ્ટેમીનિક ,એન્ટીકોલીનર્જીક કે ડીકૉન્જેસ્ટન્ટ જેવી દવાઓ વપરાય જે ડૉક્ટર ની સલાહ મુજબ લેવી જોઈએ
ભલે એલર્જી કોઈ એવો રોગ નથી કે જેની ચિંતા કરવી પરંતુ એના વિષે જાણી ને પૂરતી કાળજી અને તકેદારી લેવી ખુબ જરૂરી છે નહિ તો ક્યારેક સતત રહેતી એલર્જી આપની ઊંઘ હરામ કરી શકે છે
નિલેશ સોની
ડાયેટીશ્યન એન્ડ વેલનેસ કન્સલ્ટન્ટ
+91 9714814600
Nilesh Soni
#Nutrition and Wellness Consultant
#Nutrition and Wellness Consultant
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો