#Health Topic Gujarati 19 /102 /1 # રેસા (ફાઈબર ) યુક્ત આહાર કેટલો જરૂરી ?
રેસા (ફાઈબર ) યુક્ત આહાર કેટલો જરૂરી ?
છેલ્લા ઘણા વર્ષોથી રેસાયુક્ત આહાર આપણા રોજિંદા ખોરાક માં અનિવાર્ય બનતો જાય છે , આ પ્રકાર નો ખોરાક આપણ ને સ્વસ્થ રાખવામાં કઈ રીતે ઉપયોગી છે એ આજે આપણે જાણીયે
- રેસાયુક્ત આહાર લેવાના ફાયદા
- કબજિયાત માં રાહત આપે છે :આજકાલ ખાન પાન જેવા કે જંકફૂડ ,મેંદાવાળી વાનગીઓ તથા તીખા તમતમતા ખોરાક ને કારણે કબજિયાત ની સમસ્યા વધી ગઈ છે ,રેસાયુક્ત આહાર કુદરતી રીતે તેમાં રાહત આપે છે
- શરીર માં bad cholesterol (એલ.ડી. ઍલ ) ને ઘટાડે છે અને Good cholesterol (એચ ડી એલ ) ને વધારે છે જે ને કારણે હૃદય રોગ નો હુમલો તથા લકવો થવાની શક્યતાઓ ઘટી જાય છે
- રેસાયુક્ત આહાર બ્લડ પ્રેશર ને નિયંત્રિત રાખવામાં મદદ કરે છે
- આપણા માટે ખુબજ જરૂરી અને અગત્ય નો ફાયદો એ છે કે ,રેસાયુક્ત આહાર વધુ પડતા વજન ને નિયંત્રણ માં રાખે છે , સોલ્યૂબલ ફાઇબર એ એક પ્રકારનો netural appatitie suppresent છે જે આહાર માં લેવાથી થોડુંક ખાઈએ તો પણ પેટ ભરાઈ જાય છે
- રેસાયુક્ત આહાર કયો છે ?
- છડેલા ઘઉં , બાજરી, તથા છડેલી દાળો
- રાજમા તથા મસૂરની દાળ
- સફરજન,રાસ્પબેરી ,કેળા,તથા ગાજર
- ફ્લેક્સસીડ ,પોપકોર્ન,તથા બદામ
- ઇસબગુલ (જેમાં 70% સોલ્યૂબલ ફાઇબર છે) માટે ખુબજ ઉપયોગી છે
ઉપર જણાવેલ આહાર આપણે જાણે અજાણે લઈએ જ છીએ, પરંતુ નિષ્ણાતો ના જણાવ્યા પ્રમાણે આપણા રોજિંદા આહાર માં લગભગ 25 ગ્રામ જેટલો રેસાયુક્ત આહાર હોવો જોઈએ , (ડાયટિશ્યન ની સલાહ મુજબ ) તો હવે થી સભાન રહી ને રેસાયુક્ત હાર લઈશુ તો તે આપણ ને સ્વસ્થ રહેવામાં જરૂર થી મદદરૂપ થશે
-નિલેશ સોની
શેલ્બી હોસ્પિટલ્સ

ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો