#Health topic-Gujarati/ March 18/01/ # સ્તન કેન્સર
:સ્તન કેન્સર:
સ્ત્રીઓ માં જયારે સ્તન માં આવેલા કેટલાક કોષો અનિયંત્રિત રીતે વધવા માંડે છે ત્યારે એ વધેલા કોષો ને કારણે સ્તન માં ગાંઠ બને છે જે ને સ્તન કેન્સર કહેવાય છે
મોટેભાગે સ્તન નું કેન્સર સ્ત્રીઓ માં જ જોવા મળે છે પરંતુ કેટલીકવાર સ્તન નું કેન્સર પુરુષો માં પણ થાય છે જોકે તેની શક્યતાઓ પુરુષો માં નહિવત છે
- કેન્સર ના છ થી સાત પ્રકાર છે જેમાં થી સ્ત્રીઓ માં અન્ય કેન્સર ની સરખામણી માં સ્તન કેન્સર સૌથી વધુ જોવા મળે છે
- સ્તન કેન્સર મોટેભાગે ચાલીસ વર્ષ ની ઉપર ની ઉંમર ની સ્ત્રી ઓ માં થાય છે
કોઈ પણ સ્ત્રી પોતાની જાતે જ સ્તન ઉપર હાથ ફેરવી ને કેન્સર ની ગાંઠ નો અનુભવ કરી શકે છે જેને
physical breast examination કહેવામાં આવે છે ડૉક્ટર ની સલાહ મુજબ દરેક સ્ત્રીઓ એ નિયમિત પણે જાતે જ આ તાપસ કરતા રહેવું જોઈએ અને નાની પણ ગાંઠ જેવું લાગે કે તરતજ ડૉક્ટર ની સલાહ લેવી જોઈએ
સ્તન ના કેન્સર ની જાણ જો શરૂઆત ના તબક્કે થઇ જાય તો તેની સારવાર લઇ અને નિયંત્રણ માં લાવી શકાય છે તથા કેન્સર ને બીજા અંગો માં ફેલાતું અટકાવી શકાય છે
સ્તન કેન્સર માટે કાયા ટેસ્ટ કરવા જોઈએ ?
- અગાઉ જણાવ્યા મુજબ જાત તપાસ physical breast examination એ સૌથી સરળ છે
- મેમોગ્રાફી અને સોનોગ્રાફી કરાવવા થી સ્તન કેન્સર નું નિદાન સચોટ થઇ શકે છે
- બ્રેસ્ટ અલ્ટ્રાસાઉન્ડ બાયોપ્સી તથા fnac પણ કરવા માં આવે છે
- સ્તન ની એમ આર આઈ કરાવવાથી થી સ્તન કેન્સર નું નિદાન થઇ શકે છે
સ્તન કેન્સર થવાના સામાન્ય કારણો:
- સો માં થી પાંચ દર્દી ઓ માં સ્તન કેન્સર થવા નું કારણ વારસાગત હોય છે
- અન્ય કારણો માં જે સ્ત્રીઓ માં માસિક ઉમર કરતા વહેલું આવ્યું હોય.અથવા મેનોપોઝ નો પીરિયડ ઘણી મોટી ઉમર માં આવ્યો હોય તેવા કિસ્સામાં સ્તન કેન્સર થવાની શક્યતાઓ વધુ રહે છે
- જે સ્ત્રીઓ મોટી ઉંમરે માતા બને છે અને જે સ્ત્રીઓ માં બાળક ના હોવા ને કારણે બ્રેસ્ટ મિલ્ક ના બન્યું હોય
- દારૂ , સિગારેટ નું સેવન
- સ્થૂળતા (ઓબેસિટી ) એ પણ સ્તન કેન્સર નું એક કારણ બને છે
- સૌથી સામાન્ય લક્ષણ એ સ્તન માં થતી ગાંઠ (lump ) છે શરૂઆત માં આવી ગાંઠ ને કારણે દુખાવો થતો નથી તેથી મોટાભાગની સ્ત્રીઓ સ્તન માં થયેલી ગાંઠ ની અવગણના કરે છે પરંતુ જયારે પણ નાની અમથી ગાંઠ વર્તાય કે તુરતજ ડૉક્ટર ની સલાહ લેવી જોઈએ અને જરૂરી ટેસ્ટ કરાવી લેવા જોઈએ
- સ્તન ઉપર સોજો આવે છે
- સ્તન અથવા નીપલ માં દુખાવો થાય છે
- નીપલ અંદર ની તરફ જતી રહે છે
- ક્યારેક નીપલ માંથી બ્રેકિસ્ટ મિલ્ક સિવાય નો ડિસ્ચાર્જ થાય છે
આધુનિક જમાના માં સ્તન કેન્સર ની ખુબજ સચોટ અને સરળ સારવાર ઉપલબ્ધ છે માટે દર્દી એ કોઈ પણ પ્રકારની મૂંઝવણ કે સંકોચ વગર નિષ્ણાત ડૉક્ટર ની સલાહ મુજબ સારવાર કરાવવી જોઈએ ,આ સારવાર ઘણી વાર લાંબા સમય સુધી કરવી પડતી હોય છે માટેધીરજ થી સારવાર કરનાર દર્દી સામાન્ય માણસ ની જેમ પોતાનું જીવન જીવી શકે છે
- સ્તન ની સર્જરી કરાવી ને સ્તન ને કાઢિ લેવામાં આવે છે
- રેડિએશન થેરાપી દ્વારા ગાંઠ ને ઓગાળી નાખવામાં આવે છે
- કિમોથેરેપી માં ઈન્જેકશન અને ગોળીઓ દ્વારા સારવાર આપવા માં આવે છે
- હોર્મોંન થેરાપી આપવા માં આવે છે
નિલેશ સોની
વાઇસ પ્રેસિડેન્ટ -શેલ્બી હોસ્પિટલ્સ
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો