#Health topic-Gujarati/ How smartphone disturbs your sleep and health

સ્માર્ટ ફોન  તમારી ઊંઘ બગાડવામાં પણ સ્માર્ટ છે 

          સ્માર્ટ ફોન ના  રોજિંદા વધુ પડતા વપરાશ ને કારણે અપણ ને રોજ રાતે મોડા સુધી  અને  સવારે ઉઠી ને પહેલાજ આપણો ફોન ચેક કરવાની આદત પડી ગઈ છે, મોડી  રાત સુધી સ્માર્ટ ફોન નો ઉપયોગ કરવા માં આવે છે ત્યારે આપણને  સમય નું ભાન રહે તું નથી અને અકારણ ઉજાગરા થાય છે,

          હમણાં જ બીંગહૅમ એન્ડ વુમન્સ હોસ્પિટલ -બોસ્ટને એક અભ્યાસ કર્યો છે, જે ના તારણ મુજબ રાતે સુતા પહેલા સ્માર્ટ ફોન માં જો ચેટીંગ કે સર્ફિંગ વગેરે કરવા માં આવે તો તે તમારી રાત ની ઉંઘ માં ખલેલ પહોંચાડે છે આજે એની વિપરીત અસરો વિષે જાણીયે

ઊંઘ આવા માં વાર લાગે છે :


          જયારે પણ આપણ  ને ઊંઘ આવે છે ત્યારે આપણા મગજ માં થી મેલેટોનિન નો સ્ત્રાવ થાય છે સ્માર્ટ ફોન ની બ્લ્યુ લાઇટ એ સ્ત્રાવ થવા માં ખલેલ પહોંચાડી શકે છે, અને તે જ કારણ થી ઊંઘ આવામાં વાર લાગે છે 

સારી ઊંઘ આવતી નથી :

           જયારે પણ  આપણે સ્માર્ટ ફોન ઉપર ચેટિંગ કરીયે ,ઇમેઇલ ચેક કરીયે અથવા સર્ફિંગ કરીયે ત્યારે આપણા મગજ માં એના વિચારો ઘણા સમય સુધી રહે છે અને તેને કારણે સારી ઊંઘ અને પુરી ઊંઘ આવતી નથી અને  બીજા દિવસે આપણે સારા નિર્ણયો લઇ સકતા નથી , યાદશક્તિ ઓછી થાય છે તથા હૃદય તથા ફેફસા ને નુકશાન પોંચે છે 

વજન વધવાની શક્યતા વધે છે :

          જયારે પૂરતી ઊંઘ નથી મળતી ત્યારે આપણા શરીર નું મેટાબોલિઝમ ધીમું પડી જાય છે અને અકારણ ભૂખ લાગ્યા કરે છે અને જરૂર કરતા વધારે ખવાઈ જાય છે તેથી  વજન વધે છે,

રોગ પ્રતિકારક શક્તિ ઘટે છે:

          જયારે આપણે ઘાઢ નિદ્રા લઈએ છીએ ત્યારે આપણા શરીર માં  રોગ પ્રતિકારક શક્તિ વધે તેવા દ્રવ્યો ઉત્પન્ન થાય છે જે સાધારણ ચેપ થી રક્ષણ આપે છે તદ્ ઉપરાંત સારી નિંદ્રા લેવાથી શરીર માં સાયટોકિનેસ 
નામ ના પ્રોટીન નો સ્ત્રાવ થાય છે જે સ્ટ્રેસ ને કારણે થતી મુશ્કેલીઓ માં રાહત આપે છે 
ડાયાબિટીસ તથા હૃદય રોગ ના દર્દીઓએ પૂરતી ઊંઘ લેવાનું ખાસ ધ્યાન રાખવું જોઈએ અને  સુતા પહેલા સ્માર્ટફોન નો ઉપયોગ અવશ્ય ટાળવો જોઈએ

ત્વચા  ની તંદુરસ્તી 

         આપણે આગળ જોયુ તેમ મોડા સુધી મોડા સુધી સ્માર્ટ ફોન નો ઉપયોગ કરી ને ઉજાગરા કરવા માં આવે તો આપણી આંખો ની આસપાસ કાળા કુંડાળા થઇ જાય છે, આંખો સુજી જાય છે અને ફેફર થઇ જાય છે 
ત્વચા  ઉપર કરચલીઓ  પડી જાય છે, તદુપરાંત સ્માર્ટફોન ની લાઈટ ને કારણે શરીર માં કોર્ટિસોલ નામનો સ્ત્રાવ વધે છે જે ત્વચા ની ચમક અને સ્થિતિસ્થાપકતા માં ઘટાડો કરી દે છે.

          તેથી જયારે પણ આપણે રાતે મોડા સુધી સ્માર્ટફોન નો ઉપયોગ કરીએ છીએ ત્યારે આપણી માનસિક અને શારીરિક તંદુરસ્તી જોખમાય છે.


-નિલેશ સોની -

#Smart phone hazards
#Health problems with smart phone 
#More use of smart phone
#Harmful effects of smart phones 




ટિપ્પણીઓ

ટિપ્પણી પોસ્ટ કરો

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

સ્લીપ એપનિયા (Sleep Apnea) વિશે માહિતી

મીઠું (ગળ્યું) ખાવાનું મન કેમ થાય છે? Reasons of Sugar craving

ડાયાબિટીસ માં નિયમિત વ્યાયામ કેમ કરવો જોઈએ ?