#Health Topic Gujarati March/18/04/# આઈ સી યુ રહેવા થી થતો આઈ સી યુ સાયકોસીસ (મનોવિકાર)
આઈ સી યુ રહેવા થી થતો આઈ સી યુ સાયકોસીસ (મનોવિકાર) આઈ સી યુ માં દાખલ કરાયેલ માનસિક સ્વસ્થતા ધરાવતા કેટલાક દર્દી ઓ માં વાણી , વર્તન,તથા વ્યવહાર માં અજુગતો અને દર્દી ના સ્વભાવ વિરુદ્ધ નો ફેરફાર જોવા મળે છે તેને આઈ સી યુ સાયકોસીસ (મનોવિકાર) કહેવામાં આવે છે.આઈ સી યુ ના દર્દી ની આ પરિસ્થિતિ જેટલી સામાન્ય છે તેટલીજ આપણા થી અજાણી છે આજે આપણે એના વિષે માહિતી મેળવીશું આ વિષે ફોરમ ત્રિવેદી -પાઠક (કન્સલ્ટન્ટ નેયુરોસાયકોલોજિસ્ટ ,શેલ્બી હોસ્પિટલ ) સાથે ચર્ચા કરતા નિલેશ સોની (વાઇસ પ્રેસિડેન્ટ- શેલ્બી હોસ્પિટલ) એ નીચે મુજબ ની માહિતી મેળવી છે જે ખુબજ ઉપયોગી છે આઈ સી યુ સાયકોસીસ ના લક્ષણો કયા ? વિવિધ અવાજો સંભાય છે -જે અવાજો સાચેજ હોતા નથી પણ દર્દી ને ભ્રમ થાય છે વિવિધ દ્રશ્યો દેખાય છે જે સાચેજ હોતા નથી પણ હોવાનો ભાસ થાય છે સ્થળ અને સમય નું ભાન હોતું નથી દર્દી માં અજંપો,ઉશ્કેરાટ અને આક્રમકતા જોવા મળે છે અને તેને કારણે દર્દી ,એના શરીર પર લગાવેલી ટોટીઓ ખેંચી નાખે છે,ઓઢાડેલાં બ્લૅન્કેટ કાઢી નાખે છે કે હાથ પગ હલાવ્યા કરે છે ક્યારેક નિષ્ક્રિય થઇ ને કા...