#Health Topic Gujarati March/18/03/# યુવાની માં હૃદય રોગ અને હૃદય રોગ નો હુમલો

યુવાની માં હૃદય રોગ  અને હૃદય રોગ નો  હુમલો

ચિંતન ઉ,27 વર્ષ ,બપોરે બે વાગે ઓફિસ માં જમ્યા પછી કલીગ ને ગેસ,ઉલ્ટી થાય છે, છાતી  માં ભાર લાગે    છે એવી ફરિયાદ કરી , કલીગે સોડા પીવડાવી  પણ ચેન પડ્યું નહિ અને અડધા કલાક માં ચક્કર ખાઈ ને ખુરશી માં થી નીચે ઢળી પડ્યો

હવે શું કરવું એ  નિર્ણય લેતા વાર લાગી અને અંતે હોસ્પિટલ માં લઇ ગયા ત્યાં સુધી  માં કલાક નો સમય વીતી ગયો, ત્યાં ઇમર્જન્સી ડીપાર્ટમેન્ટ ના ડૉક્ટર એ નિવેદન આપ્યું he is no more

આજકાલ હોસ્પિટલ માં મહિના ના લગભગ બે થી ત્રણ દર્દીઓ હૃદય રોગ ની બીમા રી અથવા હૃદયરોગ ના હુમલા સાથે આવે છે જેમની ઉમર પચીસ થી પાંત્રીસ વર્ષ હોય છે, આ પ્રકારના ની સમસ્યા લગભગ પુરુષો માં જ જોવા જોવા મળી છે ,જયારે કડવી અને આપણા ગળે ના ઉતરે તેવી વાસ્તવિકતા એ છે કે આવા દર્દીઓ માં દસ માં થી ચાર દર્દીઓ હોસ્પિટલ પહોંચતા પહેલા જ મૃત્યુ પામે છે.

શેલ્બી હોસ્પિટલ નાં વાઇસ પ્રેસિડેન્ટ -નિલેશ સોની સાથે ચર્ચા કરતા ડો. લાલ ડાગા (ઇન્ટરવેશનલ કાર્ડીઓલોજીસ્ટ, શેલ્બી હોસ્પિટલ) જણાવે છે કે આ સમસ્યા ભારતીય ઉપખંડ માં આવેલા દેશો માં સૌથી વધુ જોવા મળે છે તેમણે  વધુ માં જણાવ્યું કે

 યુવાની માં હૃદય રોગ અને હૃદય રોગ હુમલો ના કારણો માં
  • વારસાગત-આ બીમારી માતા કે પિતા તરફથી વરસા માં મળી શકે છે
  • ખાન પાન બદલાયેલી રીત, અપૂરતી ઊંઘ 
  • વધુ પડતું વજન તથા નાની ઉંમરે આવી જતા બી પી અને ડાયાબિટીસ 
  • સિગારેટ અને તમાકુ નું સેવન 
  • જયારે સૌથી સામાન્ય અને લગભગ દરેક દર્દી ઓ માં જોવા મળતું કારણ તણાવ છે 
આજકાલ યુવાનો માં ભણતર પૂરું કરવા ની ઉમર સરેરાશ પચીસ થી સત્યાવીસ વર્ષ થઇ ગઈ છે ત્યારબાદ નોકરી મેળવવામાં કે વ્યવસાય ચાલુ કરવામાં , તથા તેને ટકાવી રાખવા માટે નું વાતાવરણ ખુબજ સ્પર્ધાત્મક થઇ ગયું છે જેને કારણે યુવાનો સતત તણાવભરી જિંદગી જીવી રહ્યા છે

તદુપરાંત યુવાનો સ્વાભાવિક રીતે જ પોતાને આ ઉંમરે હૃદયરોગ હોય એવું માનવા  તૈયાર હોતા નથી તેથી પ્રીવેન્ટિવે હેલ્થ ચેક અપ કરાવતા નથી અને તેમની લોહી સપ્લાય કરતી વૈકલ્પિક  નળીઓ નો વિકાસ નથી થયો હોતો  


 યુવાની માં હૃદય રોગ  અને હૃદય રોગ હુમલા ને નિવારવા શું કરવું જોઈએ
  •  જો આપણા માતા અથવા પિતા ને હૃદય રોગ ની બીમારી હોય તો આપણે  30 વર્ષ પછી નિયમિત રીતે દર વર્ષે ડૉક્ટર ની સલાહ મુજબ ચેક અપ કરાવતા રહેવું જોઈએ 
  • ખાન પાન  માં સાવધાની રાખી ને વધુ પડતા કાર્બોહાઇડ્રેટ કે ચરબી વાળો ખોરાક, જંકફૂડ વગેરે ને તિલાંજલિ આપી ને પ્રોટીન તથા ફાઇબર યુક્ત ખોરાક લેવો જોઈએ 
  • સિગારેટ , તમાકુ,હુક્કા નો ત્યાગ કરી ને પૂરતી ઊંઘ અને સમયસર પોષ્ટીક ખોરાક લેવાનો આગ્રહ રાખવો જોઈએ
  • નોકરી કે વ્યવસાય માં થતા તણાવ થી સજાગ રહીને તણાવ ને દૂર કરવાની કોશિશ કરવી જોઈએ 
  • નિયમિત કસરત,મેડિટેશન કરવાનો આગ્રહ રાખવો જોઈએ 
  • જે નોકરી વ્યવસાય માટે પરિવાર થી અલગ રહેતા હોય તેમણે  જ્યાં રહેતા હોય ત્યાં એક મીત્રવર્તુળ બનાવી પરિવાર ની ભાવનાથી રહેવું જોઈએ જેથી તણાવ ઓછો થાય છે 
 જયારે પણ આપણી આસપાસ રહેતા કે આપણી સાથે કામ કરતી વ્યક્તિ ને હૃદયરોગ ના હુમલા ના ચિન્હો જણાય કે તુરંતજ નજીક ની હોસ્પિટલ માં જ્યાં બધાજ પ્રકાર ની સગવડ હોય ત્યાં કોઈપણ જાતનો વિલંબ બ કાર્ય  વગર ખસેડી દેવા જોઈએ, જો સમયસર સારવાર મળી જાય તો આપણે  તે દર્દી નો જીવ અથવા હૃદય ને થતું નુકશાન અચૂક બચાવી શકીયે છીએ.

નિલેશ સોની-વાઇસ પ્રેસિડેન્ટ,શેલ્બી હોસ્પિટલ

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

સ્લીપ એપનિયા (Sleep Apnea) વિશે માહિતી

મીઠું (ગળ્યું) ખાવાનું મન કેમ થાય છે? Reasons of Sugar craving

ડાયાબિટીસ માં નિયમિત વ્યાયામ કેમ કરવો જોઈએ ?