#Health Topic Gujarati March/18/04/# આઈ સી યુ રહેવા થી થતો આઈ સી યુ સાયકોસીસ (મનોવિકાર)
આઈ સી યુ રહેવા થી થતો આઈ સી યુ સાયકોસીસ (મનોવિકાર)
આઈ સી યુ માં દાખલ કરાયેલ માનસિક સ્વસ્થતા ધરાવતા કેટલાક દર્દી ઓ માં વાણી , વર્તન,તથા વ્યવહાર માં અજુગતો અને દર્દી ના સ્વભાવ વિરુદ્ધ નો ફેરફાર જોવા મળે છે તેને આઈ સી યુ સાયકોસીસ (મનોવિકાર) કહેવામાં આવે છે.આઈ સી યુ ના દર્દી ની આ પરિસ્થિતિ જેટલી સામાન્ય છે તેટલીજ આપણા થી અજાણી છે આજે આપણે એના વિષે માહિતી મેળવીશું
આ વિષે ફોરમ ત્રિવેદી -પાઠક (કન્સલ્ટન્ટ નેયુરોસાયકોલોજિસ્ટ ,શેલ્બી હોસ્પિટલ ) સાથે ચર્ચા કરતા નિલેશ સોની (વાઇસ પ્રેસિડેન્ટ- શેલ્બી હોસ્પિટલ) એ નીચે મુજબ ની માહિતી મેળવી છે જે ખુબજ ઉપયોગી છે
આઈ સી યુ સાયકોસીસ ના લક્ષણો કયા ?
- વિવિધ અવાજો સંભાય છે -જે અવાજો સાચેજ હોતા નથી પણ દર્દી ને ભ્રમ થાય છે
- વિવિધ દ્રશ્યો દેખાય છે જે સાચેજ હોતા નથી પણ હોવાનો ભાસ થાય છે
- સ્થળ અને સમય નું ભાન હોતું નથી
- દર્દી માં અજંપો,ઉશ્કેરાટ અને આક્રમકતા જોવા મળે છે અને તેને કારણે દર્દી ,એના શરીર પર લગાવેલી ટોટીઓ ખેંચી નાખે છે,ઓઢાડેલાં બ્લૅન્કેટ કાઢી નાખે છે કે હાથ પગ હલાવ્યા કરે છે
- ક્યારેક નિષ્ક્રિય થઇ ને કાંઈજ બોલ્યા વગર અને હલન ચલન કર્યા વગર માત્ર આંખો ફેરવ્યા કરે છે
- ડૉક્ટર, નર્સ જે સગાઓ ને સહકાર આપતા નથી
જો આ પ્રકાર ના ફેરફાર જોવા મળે તો ગભરાઈ જવું નહિ
આઈ સી યુ સાયકોસીસ શેના કારણે થાય છે ?
- દર્દી ને આઈ સી યુ માં એકલો રાખવામાં આવે છે જ્યાં તેના સાગા વ્હલા ઓ ને મળવાનો અથવા તેમને મળ્યા હોય ત્યારે વાતચીત કરવાનો અવકાશ ખુબજ ઓછો થઇ જાય છે
- આઈ વી ફ્લુડસ કે એન્ટિબાયોટિક ના ડોઝ નસો માં આપવામાં આવે છે જેથી નસો માં સોયો ભોંકાયેલી હોય છે તે દુઃખ દાયક છે જે દર્દી એ સહન કરી શકતો નથી અને તેનો સ્વભાવ ચીડિયો થઇ જાય છે
- દર્દી ને પૂરતી ઊંઘ મળતી નથી અને ઘણા કિસ્સા ઓ માં ખોરાક પણ મોં વાટે લઇ શકતો નથી
- એક સાથે બે કે ત્રણ દવાઓ આપવામાં આવતી હોય છે જે આવી પરિસ્થિતિ ને નોંતરે છે
- આઈ સી યુ માં હવા ઉજાસ કે કુદરતી સૂર્ય પ્રકાશ નો અભાવ હોય છે
- બીમારી ને કારણે સોડિયમ ,પોટેસીયમ, ડાયાબિટીસ, બીપી ,ધબકારા,વગેરે ની વધઘટ થયા કરતી હોય છે જે ક્યારેક માનસિક સંતુલન ખોરવીદે છે
- જો દર્દી દારૂ, તમાકુ,સિગારેટ વગેરે નું સેવન કરતો હોય તો તે નહિ મળવાથી માનસિક વિકાર જેવી સ્થિતિ સર્જાય છે
આઈ સી યુ સાયકોસીસ થી બચવા શું કરવું જોઈએ ?
- દર્દી ને લાંબા સમય સુધી એકલો પાડવા દેવો જોઈએ નહિ
- ડૉક્ટર, નર્સ ,અટેન્ડેન્ટ કે સાગા વ્હલા એ દર્દી નું પૂરતું ધ્યાન રાખવું જોઈએ
- દર્દી ના જૈવિક પરિબળો નિયંત્રણ માં રહે તેનું ધ્યાન રાખવું જોઈએ
- દર્દી નીસાથે વાત કરી ને તેને સમય,તારીખ,મહિનો,તથા એની સુખદ યાદો વિષે સભાન કરાવવો જોઈએ
- દર્દી ની અજુગતી માંગણીઓ તેના વર્તન કે તેના શબ્દો ની અવગણના કરવાને બદલે જેટલો બને તેટલો તેને સહકાર આપી ને તેના દુઃખ માં સહભાગી થવાની કોશિશ કરવી જોઈએ
- આઈ સી યુ માં પૂરતી લાઈટ ,હવા ઉજાસ ,ઘડિયાળ, કેલેન્ડર અને શક્ય હોય તો ટીવી ની વ્યવસ્થા કરવી જોઈએ
- જો જરૂર જણાય તો દર્દી ને મનોચિકિત્સક કે સાયકોલોજિસ્ટ ની સારવાર કરાવવી જોઈએ
નિલેશ સોની (વાઇસ પ્રેસિડેન્ટ- શેલ્બી હોસ્પિટલ)
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો