#Health Topic Gujarati March/18/ 02/# પીરિયડ્સ માં વધુ પડતો રક્તસ્ત્રાવ





 પીરિયડ્સ માં વધુ પડતો રક્તસ્ત્રાવ:-


આાજ કાલ આ સમસ્યા સામાન્ય કરતા વધુ જોવા મળે છે. આ પ્રકારની સમસ્યા જે કિશોરીઑ ને

 પીરિયડ્સ ની શરઆત હોય તેમનામા અને જે સ્ત્રીઓને  Menopuse ની શરઆત હોય તેમનામાં વધારે

 જોવા મળે છે.

પિરિયડ માં વધુ પડતા રક્તસ્ત્રાવની સાથે પેઢાનો દુખાવો, થકાવટ, માનસિક તણાવ,અનિંદ્રા , ભૂખ 

ઓછીલાગવી,વાળ ઉતારવા તથા હિમોગ્લોબીન ઓછું થઇ જવાની  ફરિયાદ પણ જોવા મળે છે , 

આ સમસ્યા ને  કારણે, નોકરી કરતી સ્ત્રીઓ ઑફીસ માં ધ્યાન દઈને કામ કરી  શકતી નથી તથા 


ઘણીવાર ઑફીસ માં રાજાઓ પણ પાડવી પડે છે.

                               શેલ્બી હોસ્પિટલ નાં વાઇસ પ્રેસીડેન્ટ નિલેશ સોની ની સાથે ચર્ચા કરતા 

ડૉ. મિતાલી વસાવડા - ગાયનેકોલોજીસ્ટ(મિનિમલ ઇન્વેસિવ સર્જન) જણાવે છે કે આજકાલ  અમારી 

પાસે, આવતા 50% દર્દીઑમા આ સમસ્યા જોવા મળે છે.


પીરિયડ માં વધુ પડતા રક્તસ્ત્રાવ નાં કારણો :-


      આ સમસ્યા ના કારણો માં 

  •  ફાઇબ્રોઈડ
  •  ઈન્ડોમેટ્રીયોસીસ, 
  • ઍડિનોમાયોસીસ,  
  • હોર્મોનલ ઈમબેલન્સ
  • પોલિસિસ્ટિક ઓવેરિયન ડીસીસ (પી.સી. ઓ.ડી)
  • પેલ્વિક ઇન્ફેકશન તેમજ 
  •  કેન્સર પણ હોઈ શકે છે 


         તે સિવાય અન્ય કારણો માં 

  • માનસિક તણાવ ,
  • ઑફીસ કે ઘરના વાતાવરણ મા બદલાવ 
  • વધુ પડતું વજન અથવા જરૂર કરતા ઓછુ વજન 
  • અનિંદ્રા કારણભૂત હોઈ શકે છે


è  

સમસ્યામાં કઈ તપાસ કરાવવી જોઇઍ:-

è સૌ પ્રથમ ક્વાલિફાઇડ ગાયનેકોલોજીસ્ટ નો સંપર્ક કરી તેમની પાસે સમસ્યાની ચર્ચા કરવી જોઇઍ.
è તપાસમાં,  

  • સોનોગ્રાફી 
  • બ્લડટેસ્ટ -cbc ,Thyroid, HB, Liver Function Test, વગેરે  
  • બ્લીડીંગ ક્લોટ ટેસ્ટ કરવામાં આવે છે  



પીરિયડ માં વધુ પડતા રક્તસ્ત્રાવ ની સારવાર :-

વધુ પડતા રક્તસ્ત્રાવ ની સારવાર તેના થવાના કારણો મુજબ નક્કી થાય છે. મોટેભાગે દવાઓ તથા

  જરૂરીયાત પ્રમાણે નાં ઇંજેક્ષન નો કોર્સ કરવાથી રક્તસ્ત્રાવ નિયમિત તથા સામાન્ય થઈ જાય છે.

 કેટલાક દર્દીઓને સર્જરી કરવાની જરૂર પણ પડે છે. અને અમુક કિસ્સાઓમાં જો દર્દી ની ઉમર તથા

 અન્ય પરિબળો તથા સંજોગો અનુકુળ હાય તો ડૉક્ટર ગર્ભાશય કાઢી નાખવાની સલાહ આપે છે

જો ડૉક્ટર આવી સલાહ આપે તો હમેશા ઍક થી વધારે ડૉક્ટર ની સલાહ લેવી હિતાવહ છે

લેપ્રોસ્કોપી સર્જરી દ્વારા ઓછો કાપ મુકીને સરળતાથી સર્જરી કરવી શકાય છે. તે સિવાય આધુનિક

પધ્ધતિ માં Thermal Baloon Ablehion દ્વારા  ગર્ભાશય કાઢયા વગર સારવાર થઇ શકે છે  આ પ્રોસિજર

 ખૂબ સરળ અન સુરક્ષીત છે. દર્દી ને એકજ  દિવસ માં  જ હોસ્પિટલ માં થી રજા આપી દેવામાં 

આવે છે

આ સમસ્યા સ્ત્રીઓ માટે જેટલી દુઃખદાયક અને તણાવભરેલી છે એટલીજ એની સારવાર સરળ અને

 સહેલાઈ થી ઉપલબ્ધ છે માટે વિલંબ કર્યા વગર એની સારવાર કરાવવી જોઈએ


નિલેશ સોની 
વાઇસ પ્રેસિડેન્ટ -શેલ્બી હોસ્પિટલ્સ

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

સ્લીપ એપનિયા (Sleep Apnea) વિશે માહિતી

મીઠું (ગળ્યું) ખાવાનું મન કેમ થાય છે? Reasons of Sugar craving

ડાયાબિટીસ માં નિયમિત વ્યાયામ કેમ કરવો જોઈએ ?