મીઠું (ગળ્યું) ખાવાનું મન કેમ થાય છે? Reasons of Sugar craving
ભૂખ ના હોય ત્યારે પણ મીઠું (ગળ્યું) ખાવાનું મન થાય એ એક પ્રકારની જટિલ સમસ્યા છે, અને એ ઘણી વ્યક્તિઓ માં સામાન્ય થઇ રહી છે, જેને sugar craving કહી શકાય એ સામાન્ય નથી કારણકે sugar craving શરીર માં થતા physiological અને psychological ફેરફારો ને આધારિત છે.કમનસીબી એ છે કે રોજ ની ભાગદોડ અને વ્યસ્ત જીવન ને કારણે આ વિષે કોઈ ને જાણ થતી નથી અને અંતે એ આદત બની જવાથી શરીર માં વણજોઈતી કેલરી ઉમેરાય છે અને વજન વધી જવાની સમસ્યા ઉભી થાય છે.
ચાલો આજે જાણીયે sugar craving થવાના સામાન્ય કારણો ક્યા છે?
Sugar craving ના સામાન્ય કારણો:- શરીર માં blood sugar અનિયમિત થવી
જ્યારે જયારે બ્લડ માં સુગર નું પ્રમાણ નીચું જાયછે ત્યારે મગજ માં થી quick energy intake માટે નો આપાતકાલીન સંદેશ નું વહન થાય છે જેને કારણે sugar craving થઇ શકે છે તે સિવાય જયારે પણ તમે high-carbohydrate or high-sugar foods લો છો ત્યાર બાદ થોડા સમય માં ઈન્સુલિન વધવાના કારણે sugar craving થઇ શકે છે
- Hormonal imbalance ને કારણે થતું sugar craving
Cortisol એ એક પ્રકાર નો હોર્મોન છે જે release થવાનું એક કારણ માનસિક તણાવ છે જયારે પણ શરીર માં આ હોર્મોન નું પ્રમાણ વધે છે ત્યારે તણાવ ને દૂર કરવા માટે કંઈક ખાવાનું મન થાય છે અને મૉટે ભાગે તેમાં મીઠી (ગળી ) ચીજ ખાવાનું મન થાય છે
Leptin and Ghrelin સરળ ભાષા માં સમજીયે તો leptin નું કાર્ય ભૂખ સંતોષવાનું છે તેના release થવાથી મગજ માં એવો સંદેશો પોંચે છે કે મારુ પેટ ભરાઈ ગયું છે જયારે Ghrelin નું કાર્ય ભૂખ લગાડવાનું છે તેના release થવાથી આપણને ભૂખ લાગે છે, જયારે જયારે આ હોર્મોન્સ imbalance થાય છે ત્યારે sugar craving થાય છે.
તે સિવાય premenstrual
syndrome (PMS), menopause, કે pregnancy વખતે શરીર માં hormonal changes થતા હોય છે તેને કારણે મીઠી (ગળી) ચીજો ખાવાની થતી હોય છે
- Stress & Anxiety ને કારણે થતું sugar craving:
એક સર્વ સામાન્ય નિયમ એ છે કે દરેક વ્યક્તિ કોઈ પણ કાર્ય કરે છે એ ક્યાં તો જીવન નો આનંદ લેવા કરે છે ક્યાં તો જીવન માં આવેલા દુઃખ ને દૂર કરવા કરે છે, જયારે કોઈ વ્યક્તિ stress, anxiety નો શિકાર બને ત્યારે પોતાની જાત ને દુઃખી હોવાનો અહેસાસ થાય છે અને આ દુઃખ દૂર કરવા તેને કંઈક ખાવાનું મન થાય છે, મીઠી (ગળી ) ચીજ ખાવાથી તેને ક્ષણિક સુખ નો અહેસાસ થાય છે એક પ્રકારના આનંદ ની અનુભૂતિ થાય છે
- Emotional eating માં પણ sugar નું craving થાય છે:
જયારે પણ વ્યક્તિ ની ભાવના ઓ ને ઠેશ પોંચે છે ,લાગણીઓ દુભાય છે ત્યારે sugar craving થાય છે અને એ ક્યારે આદત બની જાય એ ખબર રહેતી નથી.
- અપૂરતી ઊંઘ ને કારણે થતું sugar craving
અપૂરતી ઊંઘ ને કારણે પણ શરીર માં hormonal imbalance થાય છે જેને કારણે sugar craving થાય છે
- શરીર માં પોષકતત્વો (Nutrients ) ની ખામી ને કારણે :
શરીર માં magnesium,
chromium, or B vitamins ની ઉણપ ને કારણે sugar cravings થતું હોય છે
- Poor Gut health ને કારણે sugar craving
Gut health problems જેવા કે candida overgrowth કે small intestine bacterial overgrowth (SIBO) પ્રકારના gut problems આજકાલ ઘણી વ્યક્તિઓ માં જોવા મળે છે જેને કારણે sugar craving થાય છે.
- કેટલીક દવા ઓ ને કારણે sugar craving:
કેટલીક દવાઓ જેવી કે steroid કે antidepressant જો લાંબા સમય સુધી લેવામાં આવે તો તેને કારણે sugar craving થાય છે
- Lifestyle
and Environmental Reasons ને કારણે થતું sugar craving:
જો ઘરમાં હંમેશા sweet, chocolates, juices, ice-cream, cake, cream biscuits વગેરે હંમેશા રહેતા હશે તો તેને જોઈ ને કે કોઈ ને તે ખાતા જોઈ ને sugar craving થતું હોય છે જો sedentary life હશે , અપૂરતી physical activities કે રોજિંદા જીવન માં exercise નો અભાવ હશે તો sugar craving થશે.
કેટલાક food additives જેવા કે MSG યુક્ત ફૂડ જો વધુ પડતા લેવામાં આવે તો sugar craving ની
શક્યતાઓ વધે છે.
જો caffeine વાળા drinks વધુ પડતા લેવા માં આવે તો પણ sugar craving થાય છે
આશા છે આ article વાંચ્યા પછી તમે પણ આ સર્વસામાન્ય સમસ્યા વિષે સભાન થઇ જશો ,તમે જાતે જ કારણ શોધી ને તેનું સમાધાન શોધી શકો છો, માટે આજથીજ આ વિષે વિચારી લેજો કારણકે જો Sugar craving ને અવગણવા થી ઘણી બધી શારીરિક સમસ્યાઓ આવી શકે છે.
નિલેશ સોની
Nilesh Soni
Diet ,Nutrition & Wellness
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો