Health Article gujarati 16/08/2020- મન ને તંદુરસ્ત રાખતા / ખુશીઓ આપતા રસાયણો

વૈષ્ણવો ના મન ને તંદુરસ્ત રાખતા / ખુશીઓ આપતા રસાયણો


ડોપામીન :

મગજમાં થી નીકળતું આ કેમિકલ આનંદ ની અનુભૂતિ કરાવે છે અને પુરસ્કાર મળ્યા નો આનંદ પણ અપાવે છે


ડોપામીન નો સ્ત્રાવ વધારવા શું કરવું જોઈએ


-નિત્ય શ્રી ઠાકોરજી ની સેવા કરવી

-શ્રી ઠાકોરજી સન્મુખ અષ્ટ સખા ના કીર્તન કરવા ,ધોળ પદ નું ગાન કરવું

-શ્રી ઠોકરજી ની સામગ્રી સિધ્ધ કરવી

-શ્રી ઠાકોરજી ની ઝાંખી કરવી

-ભગવદ્દ ચર્ચા કરવી તથા સત્સંગ કરવો

-નિત્ય વચનામૃત નું શ્રવણ કરવું

-ગુરુ ના સાનિધ્ય માં રહેવું

-શ્રી ઠાકોરજી ની પ્રસાદી ગ્રહણ કરવી

-પુષ્ટિ માર્ગીય ઉત્સવ ની ઉજવણી કરવી

-શ્રી ઠાકોરજી ની સેવા કરવા ના હેતુ થી સ્વસ્થ / સ્વચ્છ રહેવું


ઓક્સિટોસિન

મગજમાં થી નીકળતું આ કેમિકલ પ્રેમ ની અનુભૂતિ કરાવે છે


-શ્રી ઠાકોરજી ની નિત્ય સેવા કરતા કરતા લાડ લાડવાવા ,

-શ્રી ઠાકોરજી ને છાતી સરસા ચાંપવા

-ગુરુ ના તથા શ્રી ઠાકોરજી ના ચરણ સ્પર્શ કરવા ,દંડવત કરવા

-વૈષ્ણવ ને જે શ્રી કૃષ્ણ કહેવા

-કીર્તન તથા વચનામૃત નું શ્રવણ કરવું

-નિયમિત વૈષ્ણવો સાથે સત્સંગ કરવો

-વૈષ્ણવો ની સંગત માં પ્રસાદી ગ્રહણ કરવી


ઉપરના સર્વ કાર્ય માં પ્રવૃત્ત રહેવાથી મગજ માં ઓક્સિટોસિન નામનું રસાયણ બને છે જે આપણને અલોકિક પ્રેમ

ની અનુભૂતિ કરાવે છે


સેરેટોનિન

મગજમાં થી નીકળતું આ કેમિકલ આપણા મન ની સ્થિતી / મનોભાવ / મિજાજ ને સંતુલિત કરે છે

-શ્રી ઠાકોરજી ની સેવા દરમિયાન આપણું સંપૂર્ણ ચિત્ત શ્રી ઠાકોરજી માં પરોવાઈ જાય અને એક સમાધિ ની

અવસ્થા સર્જાય ત્યારે આ કેમિકલ ઉતપન્ન થાય છે

- ભગવદ્દ સંબંધી પ્રવૃત્તિ ઓ માં આપણા દેહ ને જોડવા થી

-શ્રી ગિરિરાજ જી ની પરિક્રમ્મા કરવાથી


-શ્રી ઠાકોરજી ની સામગ્રી ,વસ્ત્રો ,શૃંગાર ,મળાજી ,પવિત્રા વગેરે હાથેથી સિદ્ધ કરવા થી

-નિયમિત સત્સંગ ,ગુરુનું સાનિધ્ય ,શ્રી ઠાકોરજી ની ઝાંખી કરવાથી


ઉપરના સર્વ કાર્ય માં પ્રવૃત્ત રહેવાથી મગજ માં સેરેટોનિન નામનું રસાયણ બને છે જે આપણને મન ની સ્થિતી /

મનોભાવ તથા મિજાજ ને સંતુલિત રાખવામાં સહાયક બને છે


એન્ડોર્ફિન

મગજમાં થી નીકળતું આ કેમિકલ ત્રિવિધ તાપ સહન કરવાની શક્તિ આપે છે

-શ્રી ઠાકોરજી ની બાલ લીલા ઓ નું પઠન ,શ્રવણ કરવાથી

-ગુરુ ની સન્મુખતા તથા ગુરુ સાથે વિતાવેલી આનંદ ની ક્ષણો

-શ્રી ઠાકોરજી ની સેવા દરમિયાન આપણું સંપૂર્ણ ચિત્ત શ્રી ઠાકોરજી માં પરોવાઈ જાય અને એક સમાધિ ની

અવસ્થા સર્જાય ત્યારે આ કેમિકલ ઉતપન્ન થાય છે

-શ્રી ઠાકોરજી ની સૂકા તથા લીલા મેવાની પ્રસાદી લેવાથી

-કીર્તન તથા વચનામૃત નું શ્રવણ કરવાથી


ઉપરના સર્વ કાર્ય માં પ્રવૃત્ત રહેવાથી મગજ માં એન્ડોર્ફિન નામનું રસાયણ બને છે જે આપણને ત્રિવિધ તાપ

સહન કરવાની શક્તિ આપે છે

Nilesh Soni 


#Arogya in Gujarati

#Health in Gujarati

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

સ્લીપ એપનિયા (Sleep Apnea) વિશે માહિતી

મીઠું (ગળ્યું) ખાવાનું મન કેમ થાય છે? Reasons of Sugar craving

ડાયાબિટીસ માં નિયમિત વ્યાયામ કેમ કરવો જોઈએ ?