#Health Article gujarati 20/02/2020- #Prostate a male gland #પ્રોસ્ટેટ એક અણ --જાણી પૌરૂષ ગ્રંથી

પ્રોસ્ટેટ એક, અણ --જાણી પૌરૂષ ગ્રંથી #Prostate 

પ્રોસ્ટેટ એ એક પૌરૂષ ગ્રંથી છે જે  પુરુષો માં મૂત્ર માર્ગ ની નજીક આવેલી હોય છે , સામાન્ય રીતે એનું કાર્ય પુરુષ ના શુક્રાણુ ને વહન કરનારા પ્રવાહી ને ઉત્પન્ન કરવાનું છે ,પ્રોસ્ટેટ નું સામાન્ય કદ 25ml જેટલું હોય છે

એવું જોવા મળ્યું છે કે લગભગ 50 વર્ષ પછી કેટલાક પુરુષો માં પ્રોસ્ટેટ નું કદ  વધે છે ,આ વધેલી પ્રોસ્ટેટ મૂત્ર નું વહન કરતી નળી ની લગોલગ આવેલી હોવાથી મૂત્ર સંબંધી સમસ્યાઓ ખડી  કરે છે.






પ્રોસ્ટેટ ગ્રંથી  વધવાના કારણો ક્યા હોય છે ? #Reasons of increased prostate 


  • સૌથી સામાન્ય કારણ વધતી ઉમર છે જેને bph (બેનિન પ્રોસ્ટેટીક હાયપરપ્લેસિયા) કહેવામાં આવે છે 
  • કેટલાક કીસ્સા ઓ માં પ્રોસ્ટેટ ના કેન્સર ને કારણે પણ પ્રોસ્ટેટ નું કદ  વધે છે

પ્રોસ્ટેટ ગ્રંથી વધવાથી શું મુશ્કેલીઓ પડે છે ?#complications of increased prostate 



  • વારે વારે પેશાબ કરવા જવું પડે છે છતાં પેશાબ ભરાઈ રહ્યો હોય તેવું લાગે છે 
  • પેશાબ અટકી અટકી ને થાય છે 
  • પેશાબ લાગે પછી રોકી શકાતો નથી 
  • પેશાબ કરતી વખતે પેઢામાં દુખે છે અને ક્યારેક પેશાબ માં લોહી આવે છે 
  • રાત્રે વધારે વખત પેશાબ કરવા જવું પડે છે 
  • વારે વારે urine infection (UTI ) થઇ જાય છે #urine infection 

વધેલી પ્રોસ્ટેટ ગ્રંથી નું નિદાન કેવીરીતે કરી શકાય ? #diagnosis of bph 

  • Uroflowmetry નામના સામાન્ય ટેસ્ટ દ્વારા 
  • સોનોગ્રાફી થી પ્રોસ્ટેટ નું વધેલું કદ તથા  residual urine volume માપી શકાય છે 

  • #PSA  Prostate specific antigen નામનો બ્લડ ટેસ્ટ કરાવી ને 
  • જો પ્રોસ્ટેટ ગ્રંથી નું કદ  વધ્યા કરે અને દવાઓ થી નિયંત્રણ માં ના આવે ત્યારે ડોક્ટર  ની સલાહ મુજબ બાયોપ્સી કે એમ આર આઇ કરાવી ને પ્રોસ્ટેટ કેન્સર છે કે નહિ તે જાણી લેવું જોઈએ 
વધેલી પ્રોસ્ટેટ ગ્રંથી ની સારવાર શું  તથા શું તકેદારી રાખવી ?#treatment of prostate 


  • પેશાબ ને રોકી રાખવો નહિ 
  • નિયમિત કસરત,પૌષ્ટિક ખોરાક તથા ચિંતામુક્ત જીવન જીવવું 
  • પ્રોસ્ટેટ ગ્રંથી ને વધતી અટકાવવા માટે આલ્ફા બ્લોકર પ્રકારની દવાઓ ડૉક્ટર ની સલાહ મુજબ નિયમિત લેવી જોઈએ 
  • જો વધેલી પ્રોસ્ટેટ ગ્રંથી ને કારણે urine infection થઇ જાય તો ડોક્ટર ની સલાહ મુજબ antibiotic દવા નો  કોર્સ પૂરો કરવો
  • જો તકલીફ વધુ હોય તથા દવાઓ થી નિયંત્રણ ના રહે તો ડોક્ટર ની સલાહ મુજબ સર્જરી કરાવી  ને પ્રોસ્ટેટ ગ્રંથી ને કઢાવી શકાય છે.
  • જો પ્રોસ્ટેટ નું કેન્સર હોય તો કેન્સર ના નિષ્ણાત ની સલાહ લેવી જોઈએ 
ડૉક્ટર ની સલાહ મુજબ 50 વર્ષ ની ઉંમર ના દરેક પુરુષે દર વર્ષે  યુરોલોજી ના નિષ્ણાત ડોક્ટર પાસે  પ્રોસ્ટેટ  ગ્રંથી નું ચેક અપ કરાવવુ  હિતાવહ છે 

-નિલેશ સોની 

ટિપ્પણીઓ

ટિપ્પણી પોસ્ટ કરો

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

સ્લીપ એપનિયા (Sleep Apnea) વિશે માહિતી

મીઠું (ગળ્યું) ખાવાનું મન કેમ થાય છે? Reasons of Sugar craving

ડાયાબિટીસ માં નિયમિત વ્યાયામ કેમ કરવો જોઈએ ?