#Health article/04/06/2019# ખોરાક થી બીમારીઓ માં નિયંત્રણ આવી શકે? #Khorak thi bimario ma niyantran avi shake?
ખોરાક થી બીમારીઓ માં નિયંત્રણ આવી શકે?
રોજિંદા આહાર માં શું ખાવું જોઈએ:
આજનું શીર્ષક વાંચી ને સ્વાભાવિક રીતે આપના મન માં સવાલો ઉભા થશે , પણ સાચેજ તમારી સાત્વિક ખોરાક લેવાની આદત તમને બીમારી થી દૂર રહેવામાં મદદ કરશે , આજે આપણે રોજિંદા આહાર માં શું ખાવું ,કઈ ચીજો ખાવામાં નિયંત્રણ રાખવું તેમજ તંદુરસ્ત જીવનશૈલી વિષે જાણીશું
- લીલા પાંદડા વાળા શાકભાજી ,તથા અન્ય શાકભાજી 1 થી 2 બાઉલ
- સલાડ-કાકડી, ટામેટા,ગાજર, બીટ ,કોબીસ દહીં માં નાખીને પણ ખવાય
- તાજા ફળો -નારંગી, મોસંબી,સફરજન ,પપૈયુ,કેળા ,કેરી,દ્રાક્ષ,તરબૂચ ,(થોડા ખાવા કારણકે તે ગ્લાયસેમીક ઈન્ડેક્સ વધારે છે )
- અઠવાડિયા માં બે વખત કઠોળ 1 થી 2 બાઉલ -મેગ, ચણા,વાલ ,અડદ,ફોતરાવાળી મગની દાળ ,રાજમાં
- સૂકોમેવો -બદામ,અખરોટ,પિસ્તા કાજુ (વધારે ખાવા નહિ -કોલેસ્ટેરોલ વધારે શે ) ટોપરું
- દૂધ ની બનાવટો -પનીર ,દહીં, દૂધ.( રોજ 250 મીલી,લી ) છાસ , માવો
- પોપકોર્ન , મમરા,મખાણા ,સીંગ ચણા ,કોર્નફ્લેક્સ,ફ્લેક્સસીડ્સ , વરિયાળી
- ઈડલી -સંભાર ટોપરાની ચટણી સાથે (સંભાર માં બટાકા સિવાય ના બધાજ શાક નાખવા )
- પૌઆ ,પૌઆનો ચેવડો ,
- ઉપમા જેમાં ઝીણા સમારેલા કાકડી, ટામેટા ,ગાજર, કોબીસ કાકડી નાખવા
- મિક્સ કઠોળ થી બનાવેલું ઉસળ
- ફોતરાવાળી મગની દાળ ની ખીચડી (3. ભાગ ફોતરાવાળી મગની દાળ અને 1 ભાગ ચોખા )
- ફણગાવેલા મગ ,બાફેલા ચણા ,મિક્સ કઠોળ ,બાફેલા શાકભાજી (સ્વાદ અનુસાર મસાલો અને લીબું નાખી શકાય )
- લીંબુ નું શરબત , નારિયેળ નું પાણી અને રોજ નું 2 થી 3 લીટર પાણી
- ઢોકળા , ઈડલી , ખમણ,અને બાજરી ,જુવાર, રાગી ની વાનગીઓ
શું ખાવામાં નિયંત્રણ રાખવું :
- કેક , બિસ્કિટ,બ્રેડ ,આઈસ્ક્રીમ , ઠંડા પીણાં ,ફ્રુટ જ્યુસ ,મેંદાવાળી ચીજો ,ખાખરા , પેસ્ટ્રી અને ટોસ્ટ
- તળેલા ફરસાણ ,ડિપફ્રાય કરેલી બધીજ વાનગીઓ
- પીઝા, બર્ગર,દાબેલી,વડાપાઉં ,ભેળ ,પાણીપુરી ,પાસ્તા
- ભાત ,બટાકા ,ચીઝ ,બટર ,નાન, પરોઠા ,પાપડ, અથાણાં
- પેકેટ માં મળતા ફરસાણ ,(જેમાં સોડિયમ નું પ્રમાણ વધારે હોય છે )
- વધુ પડતી ખાંડ વાળી ચા ,કોફી તૈયાર મળતા શરબતો , મિલ્કશેક ,બરફ ના ગોળા
- દરેક પ્રકારની મીઠાઈઓ ,ગુલાબજાંબુ ,રસગુલ્લા , જલેબી ,કેરી નો રસ (બહારનો ) બહારની માવા ની મીઠાઈઓ
- ફાફડા, ગાંઠિયા , ભજીયા ,ફ્રોઝન ફૂડ ,ટીન ફૂડ,પ્રોસેસ ફૂડ
તંદુરસ્ત જીવન જીવવાની ચાવી:
- રોજ 30 મિનિટ ગમતી કસરત કરવી દા.ત. ચાલવું,સાયકલ ચલાવવી,સ્વિમિંગ કરવું,દોડવું ,યોગા કરવા
- પરિવાર ને ઓછા માં ઓછો રોજ નો બે થી ત્રણ કલાક સમય આપવો
- દિવસ નું એક ભોજન પરિવાર સાથે મળી ને લેવું
- આપણી સમસ્યા ની ચર્ચા પરિવાર સાથે કરવી અને મન હળવું કરી લેવું
- સમયાંતરે ઉપવાસ કે ફળ નો આહાર લઇ ને શરીર ને ડીટોક્સ કરવું (ખુબ જરૂરી છે)
- રોજ નું 3 થી 4 લીટર પાણી પીવું
- ભોજન ના સમય માં ઓછામાં ઓછો 3 કલાક નું અંતર રાખવું બને તો પાંચ વખત થોડું થોડું ખાવું
- ટીવી જોતા જોતા ખાવું નહિ અને બાળકો ને એવી ટેવ પાડવી નહિ
- 30 વર્ષ ની ઉમર પછી વર્ષ માં એક વાર પ્રીવેન્ટિવ હેલ્થ ચેક અપ જરૂર થી કરાવવું
- ડાયાબિટીસ ,બીપી ,થીરોઇડ,કોલેસ્ટેરોલ , તેમજ અન્ય રોગો ની દવા ડૉક્ટર ની સલાહ મુજબ નિયમિત લેવી
- 7 થી 8 કલાક ની ઊંઘ લેવી જોઈએ
- રોજિંદા ખોરાક માં અનકુંક -રાંધ્યા વગરનો ખોરાક જેવોકે સલાડ, ફ્રૂટ્સ અવશ્ય લેવા
- ચા, કોફી , ઠંડા પીણાં, સિગરેટ, તમાકુ,દારૂ નું વ્યસન છોડવું
- જમ્યા પહેલા થોડું પાણી પીવું
- વિટામિન ડી માટે રોજ સવારના કૂણાં તડકા માં 10 થી 15 મિનિટ રહેવું
- વજન ઉતરવા માટે ડાયટિશિયન ની સલાહ મુજબ જ ખાવું જોઈએ
-નિલેશ સોની
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો