દવા ઓ ને ખોરાક બનાવવા કરતા ચાલો ખોરાક ને જ દવા બનાવીએ



દવા ઓ ને ખોરાક બનાવવા કરતા ચાલો ખોરાક ને જ દવા બનાવીએ


શું ખાવું જોઈએ ?

  • લીલા પાંદડા વાળા શાકભાજી , અન્ય શાકભાજી 1 થી 2 બાઉલ 
  • સલાડ -કાકડી,ટામેટા,ગાજર, બીટ,કોબીસ (દહીં માં નાખી ને પણ ખવાય )
  • તાજા ફળો-ખાસ કરીને નારંગી,મોસંબી,સફરજન,પપૈયું, રાસ્પબેરી ,જમરૂખ,પાઈનેપલ ,કિવિ , વધુ ખાવા,રોજ નું એક ફ્રૂટ લેવું જરૂરી છે
  • કેળા,કેરી,દ્રાક્ષ ,તરબૂચ, સપ્રમાણ ખાવા,ડાયાબિટીસ ના દર્દીઓ એ નિયંત્રણ માં ખાવા.
  • અઠવાડિયા માં બે વખત કે તેથી વધુ કઠોળ 1 થી 2 બાઉલ ખાવા -મગ,ચણા ,મઠ,વાલ,રાજમા,દેશી ચણા,વગેરે 
  • ફોતરાંવાળા અનાજ (છડેલા) -મગનીદાળ ,દલિયા નિયમિત ખાવા. 
  • સૂકોમેવો-બદામ,અખરોટ,પિસ્તા, કાજુ (કાજુ નિયંત્રણ માં લેવા) ટોપરું વગેરે નિયમિત લેવા. 
  • દૂધ અને દૂધ ની બનાવટો -દહીં,છાસ,પનીર,માવો વગેરે નિયમિત લેવા દૂધ રોજ નું 250 થી 500 મિલી લેવું જોઈએ 
  • પોપકોર્ન ,વઘારેલા મમરા ,મખાણા ,સોયાસ્ટીક્સ (થોડી) ,રાગી ની કોર્નફ્લેક્સ લઇ શકાય. 
  • ફણગાવેલા મગ,ચણા ,રાજમાં,મઠ,વાલ નિયમિત લઇ શકાય જેમાં સ્વાદ અનુસાર મસાલો તથા લીબું મરી નાખી શકાય 
  •  બાફેલા શાકભાજી ,સલાડ મસાલો તથા લીંબુ મારી નાખી ને લઇ શકાય 
  • વઘારેલા પૌઆ (બટાકા વગર ) ઈડલી સંભાર (સંભાર માંબટાકા સિવાય ના શાક નાખવા ) ઉપમા (ઝીણા સમારેલા ગાજર, કાકડી, ટામેટા,કોબીઝ નાખી ને લેવા 
  • મિકસ  કઠોળ ને ઉસળ બનાવી ને લઇ શકાય 
  •  ઢોકળા, ઈડલી ,ખમણ,બાજરી જુવાર, મકાઈ ની વાનગીઓ 
  • ફોતરાં વાળી મગની  દાળ ની ખીચડી , બાજરી, મકાઈ,જુવાર ,રાગી ના લોટ ની રાબ, ઘી -ગોળ, મધ  લઇ શકાય 
  • લીબું નું શરબત,નારિયેળ નું પાણી , ધાણા +દ્રાક્ષ +વરિયાળી નું શરબત લઇ શકાય 
  • રોજ નું 3 થી 4 લિટર પાણી અવશ્ય પીવું 



 શું નિયંત્રણ માં ખાવું જોઈએ ?

  • કેક, બિસ્કિટ ,ટોસ્ટ, ખાખરા,બ્રેડ ,પેસ્ટ્રી ક્યારેક જ લેવા 
  • આઈસ્ક્રીમ ,ફ્રુટ જ્યુસ,ઠંડા પીણાં ,મિલ્ક શેક ,શરબત , બરફ ના ગોળા 
  • પીઝા , બર્ગર ,દાબેલી , વડાપાઉં ,પાસ્તા ,ભેળ , પાણી પુરી , ફાફડા , ચવાણું , ચેવડો, ભજીયા
  • ભાત , બટાકા,ચોખા ના પાપડ , અડદ ના પાપડ,અથાણાં, મેંદા ની વાનગીઓ
  • ચીઝ ,બટર ,મર્ગેરીન 
  • બજારુ માવા ની મીઠાઈઓ,ગુલાબજાંબુ , રસગુલ્લા ,જલેબી , બજારુ કેરી નો રસ 
  • પેકેટ માં મળતા ફરસાણ જેવાકે વેફર ,સેવ,શીંગ ભજીયા ,ગાંઠિયા 
  •  ડીપ  ફ્રાય કરેલી દરેક વાનગીઓ  
  

નિલેશ સોની 
 વેલનેસ કન્સલ્ટન્ટ 
મોબાઇલ: 9724483559
                                                                          ઇમેઇલ:nilesh.dinuwe@gmail.com





ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

સ્લીપ એપનિયા (Sleep Apnea) વિશે માહિતી

મીઠું (ગળ્યું) ખાવાનું મન કેમ થાય છે? Reasons of Sugar craving

ડાયાબિટીસ માં નિયમિત વ્યાયામ કેમ કરવો જોઈએ ?