#Health article gujarati 28/3419 દવા ને ખોરાક બનાવવા કરતા ખોરાક ને જ દવા બનાવો
દવા ને ખોરાક બનાવવા કરતા ખોરાક ને જ દવા બનાવો
અમુક ઉંમર પછી ની દરેક વ્યક્તિ અત્યારે સરેરાશ રોજ ની 3 થી 4 ગોળીઓ લે છે જેમાં મુખત્વે ડાયાબિટીસ , બીપી,થાઇરોઇડ,કોલેસ્ટેરોલ ,વા ,એસીડીટી,શરીરના દુખાવા ,શરદી તથા વિટામિન્સ ની ગોળીઓ નો સમાવેશ થાય છે
ડૉક્ટર એ લખેલી આ દવાઓ લેવી જરૂરી પણ છે , પણ એ દવાઓ ખોરાક બની જાય એ પહેલા સજાગ થવું જરૂરી છે,અને જો સમયસર સજાગ થઇ ને પ્રયત્ન કરીએ તો અચૂક દવાઓ ને આપનો ખોરાક બનાવવા થી બચી શકીએ છીએ
એક જમાનામાં લોકો ભૂખમરા ને કારણે મરતા હતા જયારે અત્યારે પોષણ વગર નો ખોરાક તથા વધુ પડતો ખોરાક ખાઈ ને મુશ્કેલીઓ નોતરે છે, વડીલો મારી આ વાતને જરૂર સમર્થન આપશે
આપણી જીવન શૈલી માં ખોરાક ખુબજ અગત્યનો ભાગ ભજવે છે અને આપણા રોજિંદા ખોરાક માં શું ના લેવું તેની ઘણી ચર્ચાઓ થાય છે અને એના વિષે ઘણું બધું લખાય છે પરંતુ શું લેવું જોઈએ એ વિષે આપને આ લેખ માળા માં જાણીશું
આપણા રોજિંદા ખોરાક માં કયા પોષકતત્વો જરૂરી છે?
- કાર્બોહાઇડ્રેટ
- પ્રોટીન
- ચરબી (ફેટ)
- વિટામિન્સ
- મિનરલ્સ
- પાણી
આજે આપણે કાર્બોહાઇડ્રેટ વિષે વિશ્ત્રુત માહિતી મેળવીશું
કાર્બોહાઇડ્રેટ મુખ્યત્વે 3 પ્રકારના છે જે માં શર્કરા (સુગર) , સ્ટાર્ચ અને રેસા (ફાયબર) નો સમાવેશ થાય છે
- આપણે રોજ નું સરેરાશ 225 થી 325 ગ્રામ પરંતુ તેનું પ્રમાણ ઉંમર,દિનચર્યા,સ્ત્રી, પુરુષ, પ્રમાણે બદલાય છે દા.ત.કોઈ મજૂરી નું કામ કરતી વ્યક્તિ ની જરૂરિયાત ઓફિસ માં કામ કરતી વ્યક્તિ કરતા ઘણી ઓછી હોય છે
- કાર્બોહાઇડ્રેટ શક્તિ (એનર્જી) નો સ્ત્રોત છે માટે જે વ્યક્તિ દિવસ દરમિયાન વધુ પડતો શારીરિક શ્રમ કરતો હોય એમણે પૂરતા પ્રમાણ માં કાર્બોહાઇડ્રેટ લેવું જોઈએ
- શર્કરા ના રૂપ માં લેવાતું કાર્બોહાઇડ્રેટ સ્ટાર્ચ અને રેસા ના રૂપ માં લેવાતા કાર્બોહાઇડ્રેટ કરતા વધુ નુકશાન કરે છે
- 1 ગ્રામ કાર્બોહાઇડ્રેટ = 4 કે/કેલેરી થાય છે
કાર્બોહાઇડ્રેટ શેમાંથી મળે ?
- ઘઉં ,ચોખા, ગાળ્યા પદાર્થો , ફ્રૂટ જ્યુસ , કેળા ,દ્રાક્ષ, તરબૂચ જેવા ગાળ્યા ફ્રૂટ્સ બટાકા (જયારે તમે વજન ને નિયંત્રણ માં રાખવા મળતા હોવ ત્યારે ડાયટિશિયન ની સલાહ મુજબ આ પદાર્થો નું સેવન ઘટાડવા થી ચોક્કસ ફાયદો થાય છે
- તે સિવાય છડેલા ઘઉં ,બ્રાઉન રાઈસ ,શક્કરિયા, બટાકા સિવાય ના શાક ,ઓટ્સ , સફરજન, નારંગી,સ્ટોબેરી ,ડ્રાયફ્રુટ્સ વગેરે નું સેવન ફાયદા કારક
રેસાયુક્ત કાર્બોહાઇડ્રેટ નું સેવન આપને કબજિયાત ,વજન નિયંત્રણ , કોલેસ્ટેરોલ ઘટાડવામાં તથા ક્યારેક બ્લડ પ્રેસર ઘટાડવામાં ઉપયોગી થાય છે ,
માટે ચાલો આજથી સભાન રહી ને ખોરાક ને દવા બનાવીએ,
હવે ના લેખ માં આપણે પ્રોટીન વિષે માહિતી મેળવીશું
-નિલેશ સોની
માટે ચાલો આજથી સભાન રહી ને ખોરાક ને દવા બનાવીએ,
હવે ના લેખ માં આપણે પ્રોટીન વિષે માહિતી મેળવીશું
-નિલેશ સોની
ડાયેટીશ્યન એન્ડ વેલનેસ કન્સલ્ટન્ટ
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો