#Health article gujarati 28/3419 દવા ને ખોરાક બનાવવા કરતા ખોરાક ને જ દવા બનાવો
દવા ને ખોરાક બનાવવા કરતા ખોરાક ને જ દવા બનાવો આજ ના લેખ નું શીર્ષક વાંચી ને તમને નવાઈ જરૂર લાગશે પરંતુ આ એક હકીકત છે , એક જમાના માં આપણા ઘરમાં માત્ર ખોરાક સંઘરવાના ડબ્બા રહેતા પરંતુ આજે આપણા ઘરો માં ખોરાક ની સાથે દવાઓ સંઘરવાના પણ ડબ્બા જોવા મળે છે અને જેમ આપણે મહિના નું રેશન લાવીએ એજ રીતે ઘરમાં મહિના ભર ની દવાઓ ની ખરીદી કરવી પડે છે અને ઘણી વાર આપણા થી બોલાઈ જાય છે કે "મારે તો દવાઓ એજ મારો ખોરાક છે" અમુક ઉંમર પછી ની દરેક વ્યક્તિ અત્યારે સરેરાશ રોજ ની 3 થી 4 ગોળીઓ લે છે જેમાં મુખત્વે ડાયાબિટીસ , બીપી,થાઇરોઇડ,કોલેસ્ટેરોલ ,વા ,એસીડીટી,શરીરના દુખાવા ,શરદી તથા વિટામિન્સ ની ગોળીઓ નો સમાવેશ થાય છે ડૉક્ટર એ લખેલી આ દવાઓ લેવી જરૂરી પણ છે , પણ એ દવાઓ ખોરાક બની જાય એ પહેલા સજાગ થવું જરૂરી છે,અને જો સમયસર સજાગ થઇ ને પ્રયત્ન કરીએ તો અચૂક દવાઓ ને આપનો ખોરાક બનાવવા થી બચી શકીએ છીએ એક જમાનામાં લોકો ભૂખમરા ને કારણે મરતા હતા જયારે અત્યારે પોષણ વગર નો ખોરાક તથા વધુ પડતો ખોરાક ખાઈ ને મુશ્કેલીઓ નોતરે છે, વડીલો મારી આ વાતને જરૂર સમર્થન આપશે આપણી ...