લેબોરેટરી માં થતા સામાન્ય ટેસ્ટ વિષે જાણો -લેખ-1

લેબોરેટરી માં થતા  સામાન્ય ટેસ્ટ વિષે જાણો લેખ-1

આજના  જમાનામાં આપણે થતી સામાન્ય અને ગંભીર બીમારી ઓ ના નિદાન માટે ડો દ્વારા સૂચવેલી લૅબોરેટરી તથા રેર્ડિઓલોજી ની તપાસ આપણા માટે ખુબજ આશીર્વાદ રૂપ છે

આ તપાસ  ના રિપોર્ટ ના આધારે ડૉક્ટર દર્દી નો સચોટ ઈલાજ કરી શકે છે આજે આપણે લેબોરેટરી માં થતા વિવિધ ટેસ્ટ વિષે માહિતી મેળવીશુ

સામાન્ય બીમારી માં કરવામાં આવતા ટેસ્ટ
એચ બી 
હિમોગ્લોબીન રક્તકણો માં આવેલું હોય છેનું પ્રમાણ સામાન્ય કરતા ઘટી જાય તો એનિમિયા થાય છે શરીર ની ઘણી બધી બીમારીઓ માં હિમોગ્લોબીન ઘટી જાય છે


 સીબીસી 

લોહીની આ તપાસદ્વારા લોહી માં રહેલા વિવિધ કણો જેવાકે રક્તકણો ,સ્વેતકણો,તથા ત્રાકકણો ની સંખ્યા જાણી શકાય છે
ઈ એસ આર 

આ  તપાસ દ્વારા શરીર માં થયેલા ચેપ (infection ) તથા અન્ય લાંબા ગાળા ની બીમારી વિષે માહિતી મળે છે
ડાયાબિટીસ ના દર્દી માટે ના લેબોરેટરી ટેસ્ટ :


  • એફ બી એસ :આ ટેસ્ટ દ્વારા ભૂખ્યા પેટે લોહી માં શર્કરા (sugar ) નું પ્રમાણ કેટલું છે તે જાણી શકાય છે 
  • પી પી બી એસ :આ ટેસ્ટ જમ્યા પછી બે કલાક બાદ કરવા માં આવે છે જેના દ્વારા ભોજન ના બે કલાક પછી આપણા લોહી માં શર્કરા ( sugar ) નું કેટલું પ્રમાણ છે તે જાણી શકાય છે 
  • એચ બી એ 1 સી :છેલ્લા ત્રણ મહી ના ની સરેરાશ લોહી માં રહેલી  શર્કરા (સુગર) ની માત્રા જાણ વા માટે આ ટેસ્ટ કરવા માં આવે છે ડાયાબિટીસ ના દર્દી ઓ એ નિયમિત પણે ડૉક્ટર ની સલાહ મુજબ આ ટેસ્ટ કરાવવો જોઈએ 
  • સીરમ ક્રિએટિનિન :આપણા શરીર માં કિડની નું કાર્ય સામાન્ય છે કે આસામાન્ય તે જાણવા માટે આ ટેસ્ટ કરવા માં આવે છે 
યકૃત (liver ) માટે ના લેબોરેટરી ટેસ્ટ 
  • બીલીરુબીન ,એસજીપીટી ,એસ જી ઓટી (bilirubin,sgpt ,sgot ): આપણા શરીર માં લીવર નું કાર્ય સામાન્ય છે કે અસામાન્ય તે જાણવા માટે આ ટેસ્ટ કરવા માં આવે છે કમળા ની અસર અથવા સિરોસિસ ઓફ લીવર હોય તો તેનું પ્રમાણ વધી જાય છે  
  • સીરમ આલ્બ્યુમીન (serum albumin ) આ ટેસ્ટ દ્વારા લીવર ઉપરાંત કિડની નું કાર્ય સામાન્ય છે કે નહિ તે જાણી શકાય છે 

ગામા જી ટી (Gama GT ): આલ્કોહોલ નું રેગ્યુલર સેવન કરતા લોકો એ લીવર નો આ ટેસ્ટ કરાવવો જોઈએ આલ્કોહોલ ને કારણે જો લીવર ખરાબ થતું હોય તો ગામા જી ટી નું પ્રમાણ વધી જાય છે

એચ બી એસ એ જી ( HBs AG ) :આ ટેસ્ટ ઑસ્ટ્રેલિયા એન્ટિજન ના નામે પણ ઓળખાય છે , હિપેટાઇટિસ બી નામના કમળા માં આ ટેસ્ટ પોઝિટિવ આવે છે 

વિટામિન બી 12 (vitamin B12) : આ ટેસ્ટ દ્વારા વિટામિન બી 12 નું પ્રમાણ જાણી શકાય છે , આ ટેસ્ટ વેજીટેરીઅન ખોરાક ખાતા લોકો માટે ખુબ જરૂરી છે કારણ કે આ પ્રકાર ના ખોરાક માં વિટામિન બી 12 ઘણું ઓછું હોય છે 

વિટામિન  ડી 3 : આ ટેસ્ટ દ્વારા વિટામિન ડી 3 નું પ્રમાણ જાણી શકાય છે 

નિલેશ સોની 
વેલનેસ કન્સલ્ટન્ટ 
9724483559
nilesh.dinuwe@gmail.com 



ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

સ્લીપ એપનિયા (Sleep Apnea) વિશે માહિતી

મીઠું (ગળ્યું) ખાવાનું મન કેમ થાય છે? Reasons of Sugar craving

ડાયાબિટીસ માં નિયમિત વ્યાયામ કેમ કરવો જોઈએ ?