#Health Topic Gujarati Jan 19 /101/1 # થમ જા ઓ "અસ્થમા"
" થમ જા ઓ અસ્થમા"
અસ્થામા (દમ ) એ ફેફસાનો એક પ્રકાર નો જટિલ રોગ છે જેમાં શ્વસન તંત્ર માં આવેલી નળીઓ સંકોચાઈ જાય છે જે થી પૂરતો શ્વાસ લઇ શકતો નથી અને નળીઓ ના સંકોચન ને કારણે કફ ઉત્પન્ન થાય છે. આ બીમારી સામાન્ય રીતે ઠંડી ની ઋતુ માં તથા ઋતુ બદલાય ત્યારે ગંભીર સ્વરૂપ લઇ લે છે
- અસ્થમા (દમ ) થવાના કારણો :
- બારે માસ રહેતી શરદી , ઉધરસ તથા ઘણી વાર વારસાગત કારણ પણ હોય છે
- ધુમ્રપાન ની આદત
- ધૂળ, ધુમાડા,પોલન કે પાલતુ પ્રાણીઓ થી થતી એલર્જી
- ઘર કે વ્યવસાય ની આસપાસ નું વાતાવરણ જેવા કે કેમિકલ, ગેસ,કે કારખાના માં ઊડતી રજકણો
- અસ્થમા (દમ ) ના લક્ષણો :
- દિવસ દરમિયાન તથા સૂતી વખતે શ્વાસ ચઢવો
- ઉધરસ આવવી, છાતી તી માં દુખાવો થવો
- શ્વાસ માં સસણી બોલાવી
- અસ્થમા (દમ) નું નિદાન કઈ રીતે થઇ શકે?
- લંગ ફંકશન ટેસ્ટ જેમાં એક મશીન માં ફૂંક મારી ને ફેફસા ની કાર્યક્ષમતા તપાસવા માં આવે છે
- પિકલફોમીટર ટેસ્ટ
- ફિઝિકલ એક્ઝામિનેશન -ડૉક્ટર દ્વારા દર્દી ને તપાસી ને નિદાન કરવામાં આવે છે
- છાતી નો એક્સરે લઇ ને ડૉક્ટર દ્વારા જોવા માં આવે છે
- અસ્થમા (દમ) માં તકેદારી/ સારવાર શું લેવી :
- ધૂળ, ધુમાડા કે પાલતુ પ્રાણી થી દૂર રહેવું
- ઋતુ બદલાય ત્યારે શરદી, ઉધરસ ના થાય તેની તકેદારી રાખવી
- નિષ્ણાત ડૉક્ટર ની સલાહ મુજબ દવાઓ જેવી કે બ્રોન્કોડાઈલેટર્સ , તથા અન્ય દવાઓ જે ટેબ્લેટ, સીરપ , ઈન્જેકશન્સ કે ઈન્હેલર્સ ના સ્વરૂપે ઉપલબ્ધ છે તે નિયમિત પણે લેવી તથા ખાવા પીવામાં પરેજી પાળવી (શીંગ,ચોકલેટ ,આઈસ્ક્રીમ, ઠંડા પીણાં , કેક, પિસ્તા દહીં, બીસ્કીટ ના લેવા )
- જરૂર પડે તો ડૉક્ટર ની સલાહ મુજબ ઓક્સિજન લેવો
ચાલો હવેથી પૂરતી તકેદારી/ સારવાર લઈએ અને અસ્થમા ને કહી એ " થમ જા ઓ અસ્થમા"
-નિલેશ સોની
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો