#Health article July/102/18 # શું તમે તમારી ઉમર કરતા યુવાન છો કે ઘરડા ?

                               શું તમે તમારી ઉમર કરતા યુવાન છો કે ઘરડા ?

વિશ્વ માં ઘણા ડોક્ટરો એ આપણી સાચી ઉમર જાણવા માટે ના ટેસ્ટ તૈયાર કર્યા છે, અપને થશે કે સાચી ઉમર કઈ? ઘણા કહે છે કે આપણા મન થી માની એ આપણી સાચી ઉમર કહેવાય , પણ એ સાચું નથી.ચાલો આજે આ વિષય પર   સંશોધન કરનારા શું કે છે એ જાણીયે

પરદેશ માં નેવું વર્ષ ના ઘરડા લોકો ને પણ સુપર માર્કેટ માં કામ કરતા,ઓફિસ માં કામ કરતા કે ફૂટબૉલ ખેલતા જોયા છે.જયારે આપણે ત્યાં સાહીઠ વર્ષે લોકો રીટાયર થઈ જાય છે જે માં મન ઉપરાંત તન પણ અગત્ય નો ભાગ ભજવે છે.

આપણી સાચી ઉમર ને  "રિયલ એજ" કહેવા માં આવે છે.રિયલ એજ આપણી જીવન શૈલી ના એવા પરિબળો ને આધારે નક્કી થાય છે જેના પ્રત્યે આપણે  પુરેપુરા સભાન નથી, જે  આ લેખ ના અંતે આપ જાણી શકશો

તમારે તમારી રિયલ એજ જાણવી હોય તો નીચેના પ્રશ્નો ના ઉત્તર તૈયાર કરી ને જાતે જ માર્ક આપો

1- આપનો BMI કેટલો છે ?
2-આપ અઠવાડીયા માં કેટલી વાર અલકોહોલ લો છો ?
3-આપ શાકાહારી છો કે માંસાહારી ?
4-આપનું ભણતર કેટલું છે ?
5-જયારે તમે મુશ્કેલી માં હો ત્યારે કેટલા લોકો તમારી મદદે આવે છે ?
6-તમે જાહેર પ્રવૃત્તિ માં કેટલા કાર્યરત રહો છો?
7-તમે અઠવાડીયા માં 4 થી પાંચ વખત કસરત કરો છો ?
8-આપ ને તમાકુ નું વ્યસન છે?
9-તમે જંક ફૂડ પસંદ કરો છો કે સાદું સીધું ભોજન ?
10-આપની ઊંઘ ના કલાક કેટલા હોય છે ?
11- આપના કુટુંબ માં કોઈ વ્યક્તિ નેવું વર્ષ થી વધારે જીવ્યું છે?
12-આપનું બીપી , ડાયાબિટીસ ,કોલેસ્ટેરોલ નિયંત્રણ માં છે ?
13- આપને દિવસ માં કેટલી વાર ગુસ્સો આવે છે ?

જો ઉપરના પ્રશ્નો માં તમારી સામાન્ય જીવન શૈલી ની સમજ આવી જશે. જો જીવન શૈલી સરળ હશે તો આપની  રિયલ એજ  અચૂક આપના ઉંમર ના વર્ષો કરતા ઓછી હશે અને જો જીવન શૈલી અસામાન્ય હશે તો આપની રિયલ એજ આપના ઉંમર ના વર્ષો કરતા વધારે હશે

આપણી રીયલ એજ જાણવા માટે link આપી છે જેના થી જાતેજ જાણી શકશો।

http://www.biological-age.com



નિલેશ સોની


ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

સ્લીપ એપનિયા (Sleep Apnea) વિશે માહિતી

મીઠું (ગળ્યું) ખાવાનું મન કેમ થાય છે? Reasons of Sugar craving

ડાયાબિટીસ માં નિયમિત વ્યાયામ કેમ કરવો જોઈએ ?