#Health Topic Gujarati July /101/1 # દાંતની સંભાળ – સારવાર

દાંતની સંભાળ – સારવાર 


              વ્યક્તિને પ્રભાવિત કરવા માટે સારૂ વ્યક્તિત્વ જોઇઍ અને  સારા વ્યક્તિત્વ માટે સારા સફેદ, ચમકતાં અને અકબંધ દાંત જોઇઍ. આપને જાણ હશે કે આપણું મુખ ઍ આરોગ્ય નું દ્વાર છે અને દાંત ઍ દ્વાર પરનાં રક્ષક ની ભૂમિકા પણ ભજવે છે, તેથી જ ઍની સંભાળ અને  નિયમિત સારવાર ખૂબ જરૂરી છે, તેના વિષે માહિતી મેળવીઍ.

મોઢા ની દુર્ગંધ:-

ઍવુ જાણવા મળ્યું છે કે 85% વ્યક્તિંમાં મોંઢા ની દુર્ગંધનુ કારણ દાંતનો સડો અથવા દાંત ના અન્ય રોગો હોય છે. સામાન્ય રીતે આપણે મોઢની દુર્ગંધ દૂર કરવા માટે માઊથવૉશ નો ઉપયોગ કરી ઍ છીઍ પરંતુ જો કાયમ માટે આ સમસ્યા રહેતી હોય તો દાંત ની તપાસ કરાવી ડૉક્ટરની સલાહ મુજબ સારવાર કરાવવી જોઇઍ

દાંત નો સડો:-

આપણે જે ખોરાક ખાઈ ઍ છીઍ તે બે દાંત ની વચ્ચે અને દાંતના પોલાણમાં ભરાઈ જાય છે અને  જો તેને અમુક સમય સુધીમાં દુર ના કરી ઍ તો તેમાં સડો થાય છે, જે મોટું સ્વરૂપ લઈને પૂરા દાંત તથા મૂળિયાને અસર કરે છે
દાંતના સડાથી બચવા માટે ડોક્ટરની સલાહ મુજબ દિવસમાં બે વખત બ્રશ કરવાનો આગ્રહ રાખવો તથા જ્યારે પણ ખોરાક લીધો હોય ત્યારે કોગળા કરીને દાંતમાં ભરાયેલો ખોરાક દુર કરવો જોઇઍ. ખાંડ, ચોકલેટ, કોલ્ડ્ડ્રિંક્સ તથા મીઠાઈ જેવા પદાર્થો વધુ પડતા લેવાથી દાંતનો સડો વેગ પકડી શકે છે. આપણે જોયું છે કે બાળકો દાંતની પૂરતી કાળજી લઈ શકતા નથી તેના ઉપાય રુપે તેમનાં દાંતના પોલાણ માં Pit and Fissure Sealant નું ફીલિંગ કરાવવું જોઇઍ જે ખુબજ અસરકારક અન ઓછું ખર્ચાળ છે.

પેઢાં ના રોગો:-

દાંતનાં પેઢાં માંથી નીકળતા પરૂ ને લોકો સાદી ભાષા માં પાયોરિયા કહે છે જેમાં સામાન્ય રીતે નીચે મુજબ ના લક્ષણો જોવા મળે છે.
(1) પેઢાં વધુ પડતા લાલ થઈ જવા
(2) મો માં ચીકાશ રહેવી
(3) મો માં થી વાસ આવવી
(4) બ્રશ કરતા લોહી નીકળવું

જો સમયસર પાયોરિયા ની સારવાર ના કરવામાં આવે તો દાંતના હાડકા નાં મૂળ ખવાતા જાય છે અને દાંત હાલવા લાગે છે અને અંતે દાંત પડી જાય છે અથવા કઢાવી નાખવા પડે છે. પેઢાં ના રોગો થી બચવા
સમયાંતરે દાંત ની સફાઈ-સ્કેલિંગ કરાવવું જોઇઍ અને જો વધુ પડતી અસર થઈ હોય તો પેઢાં ની શસ્ત્રક્રિયા (ફ્લૅપ ઑપરેશન) કરાવી   તેને કાબુમાં લાવી શકાય છે.

દાંતનું ચોકઠું તથા ડેન્ટલ ઇમ્પ્લાન્ટ:-


પડી ગયેલા દાંતની અવેજીમાં ચોકઠું બનાવવામાં આવે છે જેમાં મોટેભાગે ઍક્રેલિક ના દાંત હોય છે. ચોકઠું પહરેનારને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે જેવી કે, મોનો આકાર બદલાઈ જાય છે, બોલવામાં તકલીફ પડે છે, ખાવામાં તકલીફ પડે છે, દાંત કુદરતી લાગતા નથી તદઉપરાંત તેમા અન્ય સગવડ અને સ્વચ્છતા જળવાતી નથી.
હવે દંત વિદ્યા માં ડેન્ટલ ઇમ્પ્લાન્ટ્સ નું મહત્વ વધતુ જાય છે, ડેન્ટલ ઈમ્પ્લાન્ટ ટાઇટેનિયમ નામની ધાતુમાંથી બનાવવામાં આવે છે, ઇમ્પ્લાન્ટ ને   ઍક  વાર બેસાડ્યા પછી તે ની ઉપર કુદરતી દાંત જેવાજ ક્રાઉન બેસાડી દેવામાં આવે છે જે  કુદરતી દાંત જેવું જ કામ કરે  છે.ઇમ્પ્લાન્ટ કરેલા દાંત વડે ગમે તેવી કઠણ ચીજ ખાઈ શકાય છે.ડેન્ટલ ઇમ્પ્લાન્ટ ઘણું ખરું એક કે બે સીટિંગ માં બેસાડી દેવામાં આવે છે

દાંત ની સંભાળ અને સારવાર માં કચાસ   રાખવામાં આવે તો  ઘણી મુશ્કેલીઓ ને નૌતરી શકે છે માટે દાંત ની દરકાર કરવી જરૂરી છે તદુપરાંત દાંત ની સારવાર એવા ડેન્ટલ ક્લિનિક માં કરાવવી જોઈએ  સાધનો અને  વપરાતી દરેક ચીજો સ્વચ્છ અને જંતુ રહિત (સ્ટરીલાઇસ ) કરવામાં આવતી હોય જેથી એક દર્દી નો ચેપ બીજા દર્દી ને ના લાગે

નિલેશ સોની -વાઇસ પ્રેસિડેન્ટ (શેલ્બી હોસ્પિટલ્સ )

ટિપ્પણીઓ

ટિપ્પણી પોસ્ટ કરો

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

સ્લીપ એપનિયા (Sleep Apnea) વિશે માહિતી

મીઠું (ગળ્યું) ખાવાનું મન કેમ થાય છે? Reasons of Sugar craving

ડાયાબિટીસ માં નિયમિત વ્યાયામ કેમ કરવો જોઈએ ?