Short Story -01/Jan 18
નીલોય અ ને નિજુ ના પગલા સોસાયટી ની બહાર સાથે પડતા જયા રે બન્ને સામ સા મેં ની સોસા ય ટી માં થી ટયુ શ ન ક્લાસ માં જવા માટે નિકળતા હતા.
કયારેક તક મળે તો નીલોય નિજુ ની સામે હસી લેતો અને નિજુ પણ પ્રેમાળ પ્રતિભાવ આપતી, ટ્યુશન ક્લાસ તો ઘરે થી એકાદ કી. મી. ના અંતરે જ હતા પરંતુ નીલોય ને આગળ પાછળ ચાલવા માં નિજુ ની કંપની ગમતી, એ હંમેશા એવો આગ્રહ રાખતો કે નિજુ ની પાછળ ચાલી શકે.જાણે એના સંરક્ષણ ની જવાબદારી સ્વીકારી લીધી હોય એમ.
હા જયારે રસ્તા ઉપર થી પસાર થતા જુવાનિયાઓ નિજુ ની સામે જોઈ ને મસ્તી કરતા ત્યારે નીલોય ને ગુસ્સો આવતો પણ એમાં રહે લો ભાવ હજુ સ્પષ્ટ નહતો, કારણકે હજુ સુધી બંને વચ્ચે કોઈ સંવાદ કે હાવભાવ ની આપલે નહતી થઇ.
એક દિવસ જયારે નીલોય નિજુ ની પાછળ ક્લાસ માં જવા માટે ચાલી રહ્યો હતો ત્યારે અચાનક જ નિજુ એ ક્લાસ માં જવાના રસ્તા ને બદલે વિરુધ્ધ દિશા માં જવા માંડ્યું, અને એ દિવસે ક્લાસ એ ક્લાસ માં દેખાઈ જ નહિ.નીલોય ને મનોમન ગુસ્સો આવ્યો પણ પછી વિચાર આવ્યો કે કોઈ જ પાયા વગર નો એ છોકરી ઉપર માલિકીભાવ દર્શાવવો એ પણ યોગ્ય નથી તેથી મન માનવી લીધું
હદ તો ત્યારે થઇ જયારે નિજુ અઠવાડિયા માં ત્રણ ચાર દિવસ ટ્યૂશન ક્લાસ બન્ક કરી ને કોઈની સાથે ફરવા જવા માંડી ઘણીવાર તો નીલોય ની હાજરીમાં જ નિજુ નો મિત્ર એને બાઈક ઉપર બેસાડી ને ક્લાસ માં જવાના રસ્તે થી ઉપાડી જતો. ક્યારેક નિજુ નીલોય ને જતી વખતે નફ્ફટ થઇ ને બાય પણ કરતી
વાર્ષિક પરીક્ષા ને હવે બે મહીના ની જ વાર હતી ત્યારે એક દિવસ ક્લાસ માં મેથ્સ ના સરે એક્ઝામ લીધી અને તેમાં નિજુ નાપાસ થઇ, તેનું રિઝલ્ટ જોઈને જનકભાઈ સાહેબ નિજુ ઉપર તાડુક્યા, "કેમ બેન તું ટ્યૂશન ક્લાસ માં નિયમિત નથી આવતી ?" નિજુ ની સામે ની હરોળ માં બેઠેલા નીલોય ને સાહેબ ના આ સવાલ નો જવાબ ખબર જ હતો પણ શું બોલે ?
"સર મારી મંમી ની તબિયત ખુબ ખરાબ છે અને એની દેખભાળ માટે મારા ઘર માં કોઈ નથી માટે મારે ઘરે રહેવું પડે છે એટલે જ હું ટ્યૂશન ક્લાસ માં નિયમિત નથી આવી શકતી "નિજુ એ સિફતથી સર ને સમજાવી દીધું પણ સર મને ખરા? " શું સાબિતી છે તારા આ જુઠ્ઠાણાં ની" સર તાડુક્યા
"સર વિશ્વાસ ના અવતો હોય તો નીલોય ને પૂછો એ મારી સામેની સોસાયટી માં જ રહે છે
એને બધી ખબર છે "નીલોય પાસે નિજુ ની આ વાત (જૂઠાણાં ) ને સ્વીકારવા સિવાય કોઈ વિકલ્પ નહતો
"સર નિજુ સાચુંકહે છે એની મમી ની તબિયત બહુ ખરાબ છે " કહી ને નીલોય એ નિજુ ને બચાવી લીધી
સરે પણ બંને ની વાત માનીને નિજુ ને માફ કરી દીધી, ઘરે જતા રસ્તામાં નિજુ એ નીલોય નો હાથ પકડી ને કહ્યું "આ ઉપકાર નો બદલો ઉધાર my dear friend"
પંદર વર્ષ બાદ નીલોય ને એક પાર્સલ મળ્યું જેમાં નવા નકોર બ્રાન્ડેડ શર્ટ -પેન્ટ ની જોડી હતી અને એક ચિઠી હતી જેમાં લખ્યું હતું
"ડીયર નીલોય એક ગિફ્ટ મોકલું છું જે તારા કરે લા ઉપકાર નો બદલો નથી પણ આપણી મિત્રતા ની નિશાની છે પ્રેમ થી સ્વીકાર જે -નિજુ "
નિજુ ના મોકલાવેલા પેન્ટ -શર્ટ પહેરી ને નીલોય અરીસાની સામે ઉભો રહી ગયો અને તેનાથી બોલોઈ ગયું
"આ જમાના માં જૂઠ ની પણ થોડી ઘણી કિંમત છે નહીં? "
-નિલેશ સોની-
અભિનંદન...
જવાબ આપોકાઢી નાખો