આપણી આદતો જે મગજ ની તંદુરસ્તી માટે હાનિકારક છે | Hobbits which are harmful to our mind
આપણી આદતો જે મગજ ની તંદુરસ્તી માટે હાનિકારક છે શારીરિક સ્વાસ્થ્ય વિષે સજાગ બની રહેલો આજનો સમાજ હજુ માનસિક સ્વાસ્થ્ય વિષે એટલો સજાગ નથી , અલબત્ત છેલ્લા બે દાયકા માં સરેરાશ માનવી ના માનસિક સ્વાસ્થ્ય નું સ્તર ઉત્તરો ઉત્તર નીચું જતું જાય છે અને તેની અસરો શારીરિક સ્વાસ્થ્ય ઉપર જોવા મળે છે આજે આપણે આપણી જીવન શૈલી ના કેટલાક એવા પરિબળો વિષે ચર્ચા કરીશું જે પ્રત્યે સભાન રહેવું અત્યંત આવશ્યક છે 1-પૂરતી ઊંઘ ના લેવી સમય સર સુઈ જવું અને સમય સર ઉઠી જવું એ મગજ ની તંદુરસ્તી માટે ખુબજ જરુર્રી છે ,અકારણ ઉજાગરા કરવા,સુવાના અને ઉઠવાના સમય માં અનિયમિતતા હોવી, તે મગજ ની તંદુરસ્તી માટે હાનિ કારક છે તેમ કરવાથી યાદશક્તિ ક્ષીણ થાય છે અને દિવસ દરમિયાન કામ માં પૂરતું ધ્યાન આપીશકાતું નથી ,બને તો સુવાના સમય માં ચા ,કોફી,કોલ્ડ્રીંક લેવા જોઈએ નહિ વળી નશાકારક પીણાં તો બિલકુલ ના લેવા જોઈએ 2-વધુ પડતી એકલતા હંમેશા જીવન માં સાગા સંબંધી , મિત્રો નો સાથ રાખવો જોઈએ , જયારે પણ એકલતા સાલે ત્યારે તેમની મુલાકાત ,તમની સાથે ભોજન , સાથે ખરીદી ...