Health Article 20/09/2019-"આર્થ્રોસકોપી (દૂરબીન) ની સારવાર "#What is Arthroscopy
આર્થ્રોસ્કોપી (દૂરબીન) થી થતી સારવાર #What is Arthroscopy દૂરબીન નામ સાંભળી ને આપણા મગજ માં બાઈનોક્યુલર ની છબી ઉપસી આવે છે પરંતુ મેડિકલ સાયન્સ માં પણ દૂરબીન શબ્દ બહુ પ્રખ્યાત છે ,આપણે જાણી ને નવાઈ લાગશે પણ આજકાલ મોટાભાગની ગેસ્ટ્રોએન્ટેરોલોજી ,યુરોલોજી ,ગાયનેક ,ન્યુરોલોજી ,સ્પાઇન વગેરે ની સર્જરી દૂરબીન વડે જ કરવામાં આવે છે ,અલબત્ત આ દૂરબીન આપણા બાઈનોક્યુલર કરતા ઘણું જુદું છે આજે આપણે અવાજ એક વિષય ની વાત કરવાની છે અને તે છે દૂરબીન દ્વારા થતી સાંધાની સર્જરી આર્થ્રોસ્કોપી #Arthroscopy and Joint surgery આર્થ્રોસ્કોપી શું છે ? આર્થ્રોસ્કોપી એ એક પ્રકારની #surgical procedure છે જેના દ્વારા નિષ્ણાત ઓર્થોપેડિક ડૉક્ટર નિદાન (#diagnosis ) તથા સારવાર (#treatment) બંને કરી શકે છે। આર્થ્રોસ્કોપી 1960 થી પ્રચલિત અને નીવડેલી નિદાન / સારવાર પધ્ધતિ છે જેમાં પાતળી નળી જેવા દૂરબીન -જેને આર્થ્રોસકોપ કહેવામાં આવે છે તેને buttonhole જેવો નાનકડો ચીરો પાડી ને સાંધાના ભાગ માં ઉતારવામાં આવે છે , આ આર્થ્રોસકોપ ની ટોચ ઉપર કેમેરા તથા લાઈ...